તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
ધ્રોલમાં ૩૫મો ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહઃ શહીદોને અંજલિ અર્પણ કરીને વિવિધ કાર્યક્રમો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૩: ઐતિહાસિક ભૂમિ ધ્રોલ ખાતે આજરોજ શીતળા સાતમના પાવન પર્વે વીર શહીદોની પાવન સ્મળતિમાં ૩૫મા ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ-ધ્રોલના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા આ સમારોહ અંતર્ગત વહેલી સવારથી જ ભૂચરમોરી મેદાન ખાતે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની શરૂઆતમાં માતળભૂમિ કાજે બલિદાન આપનારા અમર શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને અન્ય કાર્યક્રમો આગળ યોજાશે, જેમાં નવનિર્મિત ‘યુવા સંઘ સ્મળતિ હોલ'નું વિધિવત ઉદ્ધાટન કરવામાં આવશે તેમજ મેદાન ખાતે રોમાંચક અશ્વદોડ અને શૌર્યપૂર્ણ તલવારબાજીની સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત સમાજના શિક્ષણ ક્ષેત્રે ઝળકેલા તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવશે.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
