તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
સુરેન્દ્રનગરના‘અકિલા'ના પત્રકાર ફારૂકભાઈ ચૌહાણના માતુશ્રી મરહુમ હમીદાબેનની ૩૫મી પુણ્યતિથિ
ધાર્મિક કાર્યક્રમ વચ્ચે પરિવારે વસમી વિદાયની યાદ તાજી કરી : ૩૪ વર્ષ બાદ પણ આશીર્વાદ વરસતા રહ્યા, સંસ્કાર અને પ્રેરણા રૂપે આજે પણ પરિવારની છત્રછાયાઃ બાબુલાલ ચૌહાણ પરિવારે ધાર્મિક વિધિ સાથે શ્રદ્ધાંજલિ અર્પી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૬: સુરેન્દ્રનગર શહેરના ‘અકિલા'ના પત્રકાર અને સુરેન્દ્રનગર શહેરની વર્ષો જૂની પેઢીના અખબારી એજન્ટ બાબુલાલ ફતેમહંમદ પરિવાર અને ‘અકિલા' બ્યુરોના પત્રકાર ફારૂકભાઈ ચૌહાણના માતુશ્રી મરહુમ હમીદાબેનની વિદાયને આજે ૩૪ વર્ષ પૂર્ણ થયા અને ૩૫માં વર્ષની પુણ્યતિથિનું સ્મરણ કરવામાં આવ્યું.
પરિવારના વડીલો જણાવે છે કે, ‘‘આજે અમારી અને અમારા પરિવારની છત્ર છાયા અને વટ વળક્ષ સમાન માતળશ્રીનો પ્રેમ ગુમાવ્યાને ૩૫ વર્ષ વીતી ગયા, પરંતુ આજે પણ તેમના આશીર્વાદ અમારા પરિવાર ઉપર વરસતા રહ્યા છે. સદાય સુખ-દુઃખમાં અનેકને સહભાગી બનનાર એવા અમારા માતળશ્રીની આ ઘટના કયારે ન ભુલાય તેવી છે.''
૩૫ વર્ષ વીતી ગયા છતાં આજે પણ હમીદાબેનની યાદ પરિવારના જીવનમાં પ્રેરણા રૂપે અને તેમના આપેલા ખ્વાબોમાં કાયમ જીવંત છે. તેમના સંસ્કાર વચ્ચે અને પ્રેરણા રૂપે પરિવારને સદાય સદઉપયોગી કાર્યો કરવાની પ્રેરણા મળતી રહી છે. તેમની વસમી વિદાયનો અહેસાસ આજે પણ એવો જ છે જાણે ગઈકાલે જ વિદાય લીધી હોય. ૩૫મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવાર દ્વારા ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પરિવારજનો બાબુલાલ ચૌહાણ, પુત્ર ફારૂકભાઈ ચૌહાણ, પત્રકાર અંજુમનબેન ચૌહાણ, પુત્રવધુ, ઝાહિદભાઈ ચૌહાણ, ફિરોઝાબેન, પુત્રી ફિરદોષબેન, જમાઈ આશિકભાઈ તેમજ રેસમાં શબનમ, એજાજ, ફઝલ, અજુબા, વસીમ, ફકીર, ફિઝા સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી મરહુમ હમીદાબેનની યાદને તાજી કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. માતુશ્રીની ગેરહાજરીમાં પણ તેમના સંસ્કાર અને આશીર્વાદ પરિવારની તાકાત બની રહ્યા છે
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
