News of Saturday, 21st November 2026
મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના ૩૮ હુકમો એનાયત.
વીજ વ્યવસ્થા માટે પીજીવીસીએલને ૧ અને જેટકોને ૧૦ તથા પાણી પુરવઠા વિભાગને ૭ હુકમ ફાળવવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી જિલ્લામાં સરકારી વિભાગો અને કચેરીઓની માળખાકીય સુવિધાઓના વિસ્તરણ અને લોકહિતના પ્રકલ્પોને ઝડપી બનાવવા માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા IORA પોર્ટલ પર સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત વિવિધ સરકારી વિભાગોને તેમની જરૂરિયાત અનુસાર કુલ ૩૮ જમીન ફાળવણીના હુકમો એનાયત કરવામાં આવ્યા છે.
ફાળવવામાં આવેલા આ જમીન હુકમોમાં શિક્ષણ અને બાળકલ્યાણ ક્ષેત્રે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીને ૮, આઈસીડીએસને ૪ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને ૩ હુકમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વીજ વ્યવસ્થા માટે પીજીવીસીએલને ૧ અને જેટકોને ૧૦ તથા પાણી પુરવઠા વિભાગને ૭ હુકમ ફાળવવામાં આવ્યો છે.
સાથે જ આરોગ્ય વિભાગને ૨, પોલીસ વિભાગને ૧, રમતગમત વિભાગને ૧ તથા વન વિભાગને ૧ એમ જમીન ફાળવણીના હુકમ એનાયત કરાયા છે. આ જમીન ફાળવણીથી મોરબી જિલ્લામાં જાહેર સેવાઓ, વીજ-પાણી વ્યવસ્થા, શિક્ષણ અને આરોગ્યલક્ષી સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
