<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

સૌરાષ્ટ્રના ધ્રોલ ખાતે લોક રીપેર કરવા આવેલ શખ્સ સાડા ચાર લાખના દાગીના ચોરી રફુચક્કર થઈ ગયો

સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલ ધ્રોલના વાણીયા ચોકમાં રહેતા મહિલા જાનીબેન ભુડીયાના ઘરે લોક રિપેર કરવા આવેલા અજાણ્યા સરદારજી શખ્સે મહિલાને તેલ લેવા મોકલી, તકનો લાભ લઈ, ૫ તોલાનો સોનાનો હાર, પેન્ડલ, ચાંદીના દાગીના સાથે ૪.૩૬ લાખની મતા ચોરી, ફરાર થઈ જતા ધ્રોલ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. 

સંજય ડાંગર ધ્રોલ, અકિલા.

(9:56 AM IST)