તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Thursday, 28th May 2026
અંજારના સિનુગ્રા વિસ્તારમાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર ક્લબ પર દરોડો 4 કાર સહીત રૂ.77 લાખથી વધુના મુદામાલ સાથે 11 જુગારીઓની ઝડપાયા
પોલીસે રોકડ રકમ ઉપરાંત, હાઇપ્રોફાઇલ ક્લબ હોવાના પુરાવા રૂપે 14 મોબાઇલ ફોન, 4 લક્ઝરી કાર અને મોટરસાયકલ સહિત અંદાજે 77.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

કચ્છના અંજાર વિસ્તારમાં ચાલતી એક હાઇપ્રોફાઇલ જુગાર ક્લબ પર પોલીસે આકસ્મિક રેડ પાડીને મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સિનુગ્રા ગામની સીમમાં આવેલા ભીમજી વાણીયાની વાડીમાં આ ક્લબ ધમધમી રહી હતી. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીને પગલે જુગારિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
પોલીસના સપાટામાં કુલ 11 જુગારિયાઓ ઝડપાયા છે. સ્થળ પરથી પોલીસે રોકડ રકમ ઉપરાંત, હાઇપ્રોફાઇલ ક્લબ હોવાના પુરાવા રૂપે 14 મોબાઇલ ફોન, 4 લક્ઝરી કાર અને મોટરસાયકલ સહિત અંદાજે 77.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસની ટીમે બાતમીના આધારે પૂર્વ આયોજિત રીતે દરોડો પાડીને તમામ આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.
અંજાર પોલીસ દ્વારા પકડાયેલા તમામ 11 શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ હાઇપ્રોફાઇલ ક્લબ કોના સંચાલન હેઠળ ચાલતી હતી અને તેમાં બહારના કેટલા લોકો સંડોવાયેલા છે, તે અંગે પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ રેડ બાદ કચ્છમાં ચાલતા અન્ય શંકાસ્પદ જુગારના અડ્ડાઓ પર પણ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
