<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

વાંકાનેર પાલિકામાં કોંગ્રેસના ૪ ઉમેદવારો પ્રથમ વખત બિનહરીફઃ પ૧ ઉમેદવારો મેદાનમાં

વાંકાનેર પાલિકાની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્‍ય જાવેદ પીરઝાદા, એડવોકેટ શકીલ પીરઝાદા સહિતનાની આગેવાનીમાં કામગીરી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૬ :.. વાંકાનેર નગરપાલીકાની સામાન્‍ય ચૂંટણી ર૦ર૬ માં કુલ ૭ વોર્ડની ર૮ બેઠકો ઉપર આ પહેલા કુલ ૬૩ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ચકાસણી દરમ્‍યાન બે ઉમેદવારોના ફોર્મ રદ થયે ૬૧ ઉમેદવારો રહ્યા હતાં.

બુધવારે ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે ૬ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્‍યા હતા. હવે કુલ પ૧ ઉમેદવારો વચ્‍ચે ચૂંટણી જંગ જામશે. વોર્ડ નં. ૪ માંથી કોંગ્રેસના ચાર ઉમેદવારો ૧, મહંમદભાઇ રાઠોડ-ર, અશરફભાઇ ચૌહાણ-૩, એકતાબેન જાલા-૪, અફસાનાબેન પીપરવાડીયા, બિનહરીફ થતાં પાલીકામાં કોંગ્રેસ પ્રથમ વખત ચાર નંબર વોર્ડમાં ચોગ્‍ગો માર્યો છે.

હવે એક વોર્ડ બિનહરીફ થતાં વોર્ડ નં. ૧, ર, ૩, અને પ, ૬, ૭, માં ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે સીધો ચૂંટણી જંગ થશે. ભાટી ટીવીના એડિટર, ભાટી એન. બે નંબરના વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર બની આ પેનલ વિજયી બને તેવું વાતાવરણ જોવા મળે છે.

હાલની પ્રખર ગરમી વચ્‍ચે પણ કોંગ્રેસ દ્વારા ગઇકાલથી પ્રચારનો શુભારંભ કરી દીધો છે.

આ ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્‍ય જાવેદ પીરઝાદા અને એડવોકેટ શકીલ પીરઝાદાની આગેવાનીમાં કોંગ્રેસને હાલની ચૂંટણીમાં મોટો લાભ મળે તેવી ચર્ચાઓ થઇ રહી છે.

વાંકાનેર પાલીકાની આ સામાન્‍ય ચૂંટણીમાં ભાજપમાંથી સસ્‍પેન્‍ડ થયેલા કેટલાક ઉમેદવારો બહુજન સમાજ પાર્ટીના મેન્‍ડેટ સાથે ચૂંટણી લડી રહ્યા છે.

જયારે અમુક ઉમેદવાર ભાજપમાં ભૂતકાળમાં સસ્‍પેન્‍ડ થયા હતા છતાં હાલ તેણે ભાજપમાંથી જ ઉમેદવારી નોંધાવી છે. જયારે અમુક વોર્ડમાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતા ભાજપ ઉમેદવાર શહેરમાં પાલીકાની ચૂંટણી લડી રહ્યા છે. 

(11:47 AM IST)