તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
મોરબીના ઓમ શાંતિ ગ્રાઉન્ડમાં ફટાકડાના ૪ સ્ટોલ ગૌશાળા-મંદિરોને અપાયા, બાકીના ૪ માટે હરાજી કરાઈ
૪ પ્લોટ માટે ૩૦ જેટલી અરજીઓ મળતા હરાજીનું આયોજનઃ પ્લોટ થકી મહાપાલિકાને પોણા ત્રણ લાખ જેટલી આવકઃ મહાપાલિકા વિસ્તારમાં મંજૂરી વગરના સ્ટોલ હટાવી દંડનીય કાર્યવાહી કરાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૪: ઓમ શાંતિ ગ્રાઉન્ડમાં ફટાકડાના સ્ટોલ માટે કુલ ૮ પ્લોટ નક્કી કરાયા હતા. આ દરેક પ્લોટની સાઈઝ ૧૦થ૧૦ જેટલી છે. આ ૮ પ્લોટમાંથી ૪ પ્લોટ ગૌશાળા અને મંદિરના લાભાર્થે આપવામાં આવ્યા છે. જેમાં ૨ પ્લોટ હનુમાનજી ગૌશાળા અને મંદિરના માટે ફાળવવામાં આવ્યા છે. આ ૪ પ્લોટ માટે પ્રત્યેક પ્લોટ દીઠ ૧૧૮૦૦ રૂપિયા લેખે ચાર્જ વસૂલવામાં આવ્યો છે.
બાકી રહેલા ૪ પ્લોટ મેળવવા માટે કુલ ૩૦ જેટલી અરજીઓ તંત્રને મળી હતી. અરજીઓ વધુ હોવાને કારણે કોને પ્લોટ આપવો તે પ્રશ્ન હતો. જેથી તંત્ર દ્વારા આ ૪ પ્લોટ માટે હરાજી કરવામાં આવી હતી. આ ૫૬૦૦૦, ૫૬૫૦૦, ૬૦૦૦૦ અને ૬૫૦૦૦ રૂપિયાની બોલી સાથે ફાળવાયા હતા. હરાજીની આ સંપૂર્ણ ?ક્રિયામાંથી તંત્રને કુલ પોણા ત્રણ લાખ રૂપિયા જેટલી આવક થવા પામી છે.
દિવાળી પૂર્વે શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે ફટાકડાના સ્ટોલ ભા થઈ જતા હોય છે, તેને રોકવા માટે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં જો કોઈપણ વ્યક્તિ મંજૂરી વગર ફટાકડાનો સ્ટોલ ભો કરશે તો તેને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવશે. એટલું જ નહીં, આવા ગેરકાયદેસર સ્ટોલ ધારકો સામે આકરો દંડ ફટકારવાની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
