News of Friday, 1st May 2026
બગોદરા પાસે કાર પલ્ટી જતા ૪ યુવકોના મોત
બારેજાથી સગાઇ કરવા જતા'તાઃ જેની સગાઇ હતી તે યુવકનો આબાદ બચાવઃ કાર વિજ પોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧ : અમદાવાદ બગોદરા નેશનલ હાઈવે કે જાણે અકસ્માત માટેનું એક એપી સેન્ટર સાબિત થઈ રહ્યું છે અને રોજબરોજ હાઇવે ઉપર અકસ્માતો નાના-મોટા સર્જાતા રહે છે અને અનેક અકસ્માતોમાં અનેક લોકોના મોત થયા હોવાનું પણ અનેકવાર સામે આવ્યું છે ત્યારે આ હાઈવે અકસ્માત માટે ગોજારો સાબિત થયો છે ત્યારે ફરી વાર બગોદરા હાઈવે ઉપર વાલેસરા ગામ પાસે ઈલેક્ટ્રીક પોલ સાથે ધડાકા ભેર ગાડી અથડાતા જેમાં ચાર યુવકોના મોત થયા છે ત્યારે આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસર એ પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી છે.
વિગતો અનુસાર બગોદરા હાઈવે ઉપર વાલેવરા ગામ પાસે સગાઈના પ્રસંગમાં જતા કાર પલટી મારી જતા બારેજા ગામના ત્રણ અને અમદાવાદના ચાંદલોડિયા એક સહિત ચાર યુવાનોના ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યા છે જે યુવક સગાઈ હતી તેનો બચાવ થયો હતો અને યુવકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ચાર યુવકોના મોતી પરિવારમાં શોખનો માહોલ છવાઈ જવા પામ્યો છે દસકોઈ તાલુકા ના બારેજા ગામથી ગૌરાંગ નામના યુવાનની સગાઈ માટે પરિવાર અને તેના મિત્રો scorpio કારમાં સવાર થઈ અને ભામાસર ગામ જઈ રહ્યા હતા આ દરમિયાન વાલેદરા ગામ પાસે પહોંચતા કાર ચાલકે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી કાર સાથે ટકરાઈ હતી જેનાથી વિચબોલ ધરાશયી થયો હતો અને કારનો ડૂચો બોલી ગયો હતો આ દુર્ઘટના કારમાં સવાર ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જોકે જેની સગાઈ થવાની હતી તે ગૌરાંગ માત્ર સમાન્ય આવી ઇજાઓ થઇ હતી. તેનો જીવ બચી ગયો છે અકસ્માતની જાણ થતા આસપાસના લોકો અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઇજાગ્રસ્ત ગૌરાંગને ધોળકા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે અને મળત લોકો ને મળતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બારેજા અને ભમાસરા બંને ગામના અકસ્માતમાં સમાચાર વાયુએ પ્રસરતા શોખનું મોજુ ફરી વળ્યું હતું સગાઈના હરખમાં જઈ રહેલા પરિવાર પણ આપ ફાટયું હોય તેવી સ્થિતિ સર્જાય છે પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી અને વધુ તપાસ આગળ હાથ ધરવામાં આવી છે.
આ અકસ્માતમાં પ્રેમ ચંદ્રેશભાઇ ચુનારા ઉંમર વર્ષ ૨૫ રહેવાસી બારેજા તાલુકો દસકોઈ સાગરભાઇ વિજયભાઈ સોલંકી ઉંમર વર્ષ ૧૮ રહેવાસી બારેજા તાલુકો દસકોઈ દેવાંગભાઈ ધર્મેશભાઈ સોલંકી ઉંમર વર્ષ ૨૫ રહેવાસી ચાંદલોડિયા અમદાવાદ નરેન્દ્ર ભાઈ વિજયભાઈ સોલંકી ઉંમર વર્ષ ૧૭ રહેવાસી બારેજા તાલુકો દસકોઈના મોત થયા છે. ઇજાગ્રસ્ત જયારે મિતુલભાઈ ચુનારા ઉંમર વર્ષ ૨૦ રહેવાસી બારેજા તાલુકો દસકોઈને ઇજા થઇ છે.
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
