તા. ૮ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 5th October 2026
જામનગરના દાણીધારધામમાં ૪૦૦મો શ્રાધ્ધ ઉત્સવ ઉજવાયો
સંતવાણી કાર્યક્રમમાં ભાવિકો ઉમટયાઃ સમાધી પૂજન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૫: કાલાવડ તાલુકામાં શ્રી નાથજીદાદાની પાવન જગ્યા દાણીધારધામમાં ૪૦૦મો શ્રાદ્ધ ઉત્સવ તા. ૩૦ ને બુધવારના રોજ ભવ્ય આયોજન સાથે યોજાયો હતો.
‘તુહી રામ પ્યારે રામ'ના નામથી ગુંજતી તેમજ ૧૨ જીવાત્માઓ ની ચેતન સમાધિ આવેલ છે તેવી સંત શ્રી નાથજીદાદાનો પાવનકારી અને સંત શ્રી ઉપવાસીબાપુની તપોભૂમિ દાણીધાર ગામમાં શ્રી નાથજીદાદાનો ૪૦૦મો શ્રાદ્ધ ઉત્સવ તા.૩૦ ના રોજ સવારે સમાધિ પૂજનથી શરૂ થયો હતો. ત્યારબાદ ૫૧ થાળ ધરાવવામાં આવ્યા હતા અને સવારથી સાંજે સુધી બાલકળષ્ણ કાનગોપી મંડળ (કાલાવડ) ગ્રુપ દ્વારા કાન ગોપીનો ભવ્ય કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો જેનો સૌ ગ્રામ્યજનોએ લાભ લીધો હતો.
આ ઉપરાંત, રાત્રે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ ભવ્ય સંતવાણીમાં લોક ભજનિક જેમાં સંતવાણી કલાકાર ચેતનસિંહ રાજપૂત, અજયસિંહ ડાભી, દર્શનાબેન ભરડા, સાહિત્યકાર અર્જુનસિંહ ડોડીયાએ ભવ્ય લોકડાયરામાં ભજનની રમઝટ દ્વારા ભાવિક ભકતોનું મનોરંજન કર્યું હતું.
આ શ્રાદ્ધ ઉત્સવમાં મહંતશ્રી વાલદાસબાપુ (સૂર સાંગડા હનુમાન), મહંતશ્રી દિવ્યાનંદબાપુ (અનીડા વાછરા), ચિત્રાવડ ઈશ્વરધારના મહંતશ્રી વિષ્ણુદાસ બાપુ, મહંતશ્રી પારસનાથ બાપુ (ગુંદાસરી), મહંતશ્રી સીતારામ બાપુ (લોહ લંગરી આશ્રમ, ગોંડલ), મહંતશ્રી રાજાનંદ બાપુ (ગાયત્રી આશ્રમ), મહંતશ્રી રવુ બાપુ (અલિયાબાડા), મહંતશ્રી શાંતિગિરિ બાપુ, મહંતશ્રી ત્રિગુણાનંદ બાપુ મહંતશ્રી ઉમેશગીરી બાપુ મહંતશ્રી સીતારામ બાપુ (કાંગશિયાળી), મહંતશ્રી ગિરીશદાસ બાપુ (જોગમહો), ટોડા ગામના શાષાી મુકુંદરાય મનસુખરાય જોશી તથા અન્ય સંતો મહંતો અલગ અલગ ગામેથી પધાર્યા હતા. દિવસ દરમ્યાન આશરે ૪૫,૦૦૦ (પિસ્તાળીસ હજાર)થી પણ વધુ ભકતોએ પ્રસાદનો લાભ લીધો હતો. જયારે સાંજે આશરે ૧૫,૦૦૦ (પંદર હજાર)થી પણ વધુ ભકતોએ પ્રસાદનો લાભ લીધો હતો.
આ ભવ્ય કાર્યક્રમનું સુંદર આયોજન દાણીધાર ધામના શ્રી નાથજીદાદા ટ્રસ્ટ અને શ્રી નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટ ના મહંત શ્રી ૧૦૦૮ સુખદેવદાસજીબાપુ ગુરુ શ્રી ચત્રભુજદાસજી (શ્રી ઉપવાસીબાપુ) અને પ્રમુખ શ્રી હનુભા તથા તમામ ટ્રસ્ટીઓ તથા કાલાવડ તાલુકા અને રાજકોટ જિલ્લાના ગ્રામ્યજનો સર્વ સેવકગણ અને ધર્મપ્રિય ભક્તોએ ખુબ સરસ રીતે કર્યું હતું તે પ્રમુખ હનુભા વી ડાભીની અખબારી યાદીમાં જણાવ્યું છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
