તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
મોરબીમાં જેતપરમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનને ૪૪ ગામનું સમર્થન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૨૦: મોરબી તાલુકાના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલના વિરોધમાં ખેડૂતોએ આમરર્ણાંત ઉપવાસ આંદોલન શરુ કર્યું છે જેમાં પ્રથમ દિવસે જ ૪૪ ગામના ખેડૂતોએ સમર્થન આપી ૨૭૭૫ થી વધુ ખેડૂતોએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી.
મોરબી તાલુકાના જેતપર ગામે વીજપોલના વિરોધ અને પુરા વળતરની માંગ સાથે ખેડૂતોએ આમરર્ણાંત ઉપવાસ આંદોલન ગુરુવારથી શરુ કર્યું છે પાંચ ખેડૂતો ઉપવાસ પર બેસી ગયા છે પ્રથમ દિવસે જ ૪૪ ગામના ખેડૂતોએ ઉપવાસી છાવણીમાં બેસેલ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું હતું અને ૨૭૭૫ ખેડૂતોએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી મોરબી તાલુકાના જીવાપર, જીકીયારી, આંદરણા, ખરેડા તેમજ માળિયા તાલુકાના વેજલપર, સુલ્તાનપુર, હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ, નવા દેવળિયા, સહિતના ૪૪ ગામોના ખેડૂતોએ સમર્થન જાહેર કર્યું છે.
જેતપર ખાતે ખેડૂતો દ્વારા વીજલાઈનના વળતરને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ઉપવાસ છાવણીમાં અન્નનો ત્યાગ કરીને આંદોલન કરી રહેલા ખેડૂત રામજીભાઈ વિડજાની આજે સવારે તબિયત બગડતા તેમને છાતીમાં દુખાવો ઉપડયો હતો. જેના કારણે તેમને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ જરૂરી રિપોર્ટ કર્યા હતા અને બાટલા ચડાવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર કરાવ્યા પછી તરત જ રામજીભાઈ વિડજા ફરી ઉપવાસી છાવણીમાં બેસી ગયા છે. નોંધનીય છે કે, રામજીભાઈ વિડજા પાસે ૬ વીઘા જમીન છે અને વીજ થાંભલાના કારણે ૧૦૦-૧૦૦ ફૂટનો ગાળો ગણવામાં આવે તો ૩ વીઘા જમીન તેમાં જતી રહે છે. અહીં અત્યાર સુધી ૫ વ્યક્તિઓ અનશન ઉપર બેઠા હતા. તેમાં આજે છઠ્ઠા વ્યક્તિ પણ જોડાયા છે. આ છઠ્ઠા વ્યક્તિનું નામ નિલેશભાઈ પ્રાણજીવનભાઈ અઘારા છે. તેઓ પણ અનશન ઉપર ઉતરીને આજે ઉપવાસી છાવણીમાં બેઠા છે.(૬.પ)

(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
