News of Tuesday, 20th October 2026
ગોંડલનાં દેરડી(કુંભાજી) માં રૂા.૧ કરોડનાં ખર્ચે તૈયાર થયેલા ૪૭ સીસી રોડ નું લોકાર્પણ
રૂા.૨૭ લાખ નાં વિકાસ કાર્યો નાં ખાતમુહૂર્ત કરતાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાઃઆપનાં આગેવાનો ભાજપમાં જોડાયાઃ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૯,ગોંડલ નાં દેરડી (કુંભાજી) ખાતે ગામ નાં વિવિધ વિસ્તારો માં તૈયાર થયેલા સીસી રોડ નું લોકાર્પણ યોજાયુ હતું.ઉપરાંત વિકાસ કાર્યો નાં ખાતમુહૂર્ત કરાતાં ગ્રામજનો માં ખુશી ની લહેર દોડી ઉઠી હતી.આ વેળા આમ આદમી પાર્ટી નાં આગેવાનો અને કાર્યકરો આપ સાથે છેડો ફાડી ભગવો ખેસ અંગીકાર કરી ભાજપ માં જોડાતા પુર્વ ધારાસભ્ય સહિત ભાજપ આગેવાનોએ આવકાર્યા હતાં.
ધારાસભ્ય ગીતાબા જાડેજાની તાકીદ ની રજુઆત ને અનુલક્ષી ને રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલાં દેરડી નાં વિવિધ વિસ્તારો માં રૂા.૧,૯ કરોડ નાં ખર્ચે તૈયાર થયેલા ૪૭ જેટલા સીસી રોડ નું લોકાર્પણ તથા રૂા.૨૭ લાખ નાં ખર્ચે તૈયાર થનાર માનવ કલ્યાણ કેન્દ્ર બિલ્ડીંગ, હાઇમોસ્ટ લાઇટીંગ ટાવર સહિત વિકાસ કાર્યો નુ ખાતમુહૂર્ત પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા નાં હસ્તે કરાયું હતું.
આ વેળા દેરડી જીલ્લા પંચાયત ની બેઠક પર ચુંટણી લડેલા આપ નાં રમેશભાઈ મોણપરા,કેશવાળા તાલુકા પંચાયત બેઠક ની ચુટણી લડેલા અવિનાશભાઇ રાઠોડે સમર્થકો સાથે આમ આદમી પાર્ટી ને અલવીદા કહી ભાજપનો ખેસ અંગીકાર કરતા જયરાજસિહ જાડેજાએ આવકાર્યા હતા.
કાર્યક્રમ માં તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભરતભાઇ ઢોલરીયા, ભાર્ગવભાઇ અંદિપરા,ચિરાગભાઈ ગોલ સહિત આગેવાનો,જીલ્લા તાલુકા પંચાયત નાં સદસ્યો,૨૦ ગામનાં સરપંચો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
