News of Wednesday, 13th May 2026
કચ્છના ૧૯ ખેડૂતો સાથે ઘઉંની ખરીદી દ્વારા ૪૭ લાખની ઠગાઈ
૨ રૂપિયાના ભાવ વધુ આપી અઠવાડિયાની ઉધારે માલ મેળવી રોકડે વેંચી નાખ્યો, પંજાબના વેપારીએ સ્થાનિક રહેવાસી સાથે મળી ઠગાઈ કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : ખેડૂતોની રાત દિવસની મહેનતનો પાક મેળવી તેમની સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરવાનો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે. કચ્છના અબડાસા તા.ના કોઠારા નજીકના વાંકુ, વિગાબેરની આસપાસના ગામના ૧૯ ખેડૂતો પાસેથી ઘઉં ખરીદી તેમને રૂપિયા નહીં ચૂકવી ૪૭ લાખની ઠગાઈ કરાઈ છે. આરોપી મૂળ પંજાબના અને થોડા સમય માટે નલિયા રહેનાર રમેશ મુંજીરામ ઉર્ફે રામજી અને તેની સાથે સ્થાનિક ખીરસરા કોઠારાના રહેવાસી ભગુભા પાંચુભા જાડેજા સામે ઠગાઇનો ગુનો નોંધાયો છે. આરોપીઓએ કિલોએ ઘઉંનો ૨ રૂપિયા ભાવ વધુ આપી અઠવાડિયાની ઉધારે માલ ઉધાર લઈ ભુજની બજારમાં રોકડે વેંચી નાખ્યો હતો. પહેલા થોડા રૂપિયા એડવાન્સ આપી ખેડૂતોનો વિશ્વાસ જીતી પછી ૪૭ લાખનો ચૂનો લગાડી ઓફિસ અને મોબાઇલ બંને બંધ કરી પલાયન થઈ ગયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
