તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Thursday, 5th November 2026
દ્વારકાનાં ગઢેચીમાં રૂપિયાનો વરસાદ કરવાની લાલચ આપીને ૪૯.૮પ લાખની છેતરપીંડી
અનવર અબુભાઇ ઠેબા, આરીફ જાફર, અલી જાફરની શોધખોળ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. પ : દ્વારકા જિલ્લાના ગઢેચી ગામના હિન્દુ વાઘેર સાથે એકના ડબલ કરવાની લાલચમાં રૂપિયા ૪૯.૮૫ લાખ ની છેતરપિંડી. બનાવ અંગે ભાવસંગભા સાવજભા માણેક ઉંમર વર્ષ ૪૬ રહેવાસી ડ્રાઇવિંગ વાળાએ અનવર અબુભાઈ ઠેબા રહેવાસી કડી મહેસાણા પીરની દરગાહમાં તથા આરીફ જાફર અને અલી જાફર સામે પોલીસ ફરિયાદ કરી પાંચ વર્ષ પહેલાથી આ ત્રણ વ્યક્તિઓએ તાંત્રિક વિદ્યાથી રૂપિયાનો વરસાદ કરી દઈશું એમ કહી અને વિશ્વાસમાં લઈ ફરિયાદી તથા સાહેદના કુલ ૪૯.૮૫,૦૦૦ ડબલ કરવાનો વિશ્વાસ આપી અને વિશ્વાસઘાત કરી રૂપિયા લઈ ગયા ની પોલીસમાં ફરિયાદ કરતા જમાદાર જૈમીનભાઈ ડોડીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે એકના ડબલની લાલચમાં ૪૯.૮૫ લાખ રૂપિયાની છેતરપિંડીના બનાવે દ્વારકા જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે
લૂંટ
ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામે રહેતા હાર્દિકસિંહ કાળુભાઈ જેઠવા નામનો યુવાન ગોઇન્જ સલાયા કોઝવે પર જતો હતો ત્યારે તેનું બાઈક અટકાવી છરી બતાવી અને સલાયા ના એજાજ રજાક સંઘાર એ તેના ખિસ્સામાંથી ૨૦૦૦ રૂપિયા રોકડા તથા આધાર કાર્ડ ની ઝેરોક્ષ ની લૂંટ કર્યાની પોલીસમાં ફરિયાદ કરી છે પી એસ આઇ એસ આર ખરાડી તપાસ ચલાવે છે
મોત
ભાણવડના કળષ્ણગઢ ગામમાં રહેતા પરબતભાઈ પાલાભાઈ કરમુર પોતાની મોટરસાયકલ બેફિકરાઈ થી ચલાવતા સ્લીપ થતા માથામાં ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મરણ પામેલ છે. બનાવ અંગે અરસીભાઈ ભીમભાઈ કરમુર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે
ખનીજ ચોરી
ભાણવડમાં ચેનલમાં ખનીજ ચોરી અંગે વિડીયો મુકવા બદલ પત્રકાર પર હુમલો બનાવ અંગે રણમલભાઈ ઉર્ફે રાજુભાઈ પરબતભાઈ મોઢવાડિયા દ્વારા વિજયભાઈ પીઠાભાઈ બંધીયા હિતેશભાઈ પુંજાભાઈ ગોજીયા તથા અન્ય એક શખ્સ સામે સ્કોર્પિયો ગાડીમાં આવી અને માર મારવા બદલ ફરિયાદ કરી છે.
મૃત્યુ
દ્વારકા જિલ્લાના શિવરાજપુર પાસે ઓખા થી દ્વારકા જતા હાઇવે પર રાજકોટ પાસિંગની ફોરવીલ વાળા એ બે વ્યક્તિઓનેહડફેટે લેતા યુવરાજ નામના વ્યક્તિને ગંભીર ઈજા સાથે મળત્યુ થયું બનાવ અંગે લાડબાઇ પોલાભા નાયાણીએ જીજે ૦૩ પીજે ૭૪ ૪૨ ના ચાલક રોહિત પ્રમોદ પૂરી ગોસ્વામી સામે પોલીસ ફરિયાદ કરી
છેતરપીંડી
કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામના નિવળત્ત કર્મચારીના બેન્ક ખાતામાંથી ૧.૪૧ લાખની ઉઠાંતરી. બનાવ અંગે ખેંગારભાઈ બેચરભાઈ ચાવડાએ અજાણ્યા ઇસમ સામે પોલીસ ફરિયાદ કરી છે. તેમનું સુરજકરાડી એસબીઆઇ બેન્ક નું એકાઉન્ટ મોબાઈલ ફોનની એક્સેસ મેળવી અને એક લાખ ૪૧,૫૩૧ બે ટ્રાન્ઝેક્શન થી ઉપાડી જઈ ફ્રોડ કર્યાની ફરિયાદ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર મયુર ધ્વજ સિંહ જાડેજા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
