<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

જૂનાગઢના કેશોદમાં મારામારીના કેસમાં 3 ને 2 વર્ષની કેદ 5 હજાર નો દંડ : એટ્રોસિટીનો આરોપ પુરવાર ન થતા આરોપીઓને મળી રાહત

કેશોદના ઇન્દિરાનગરના 2016,ના કેસમાં એટ્રોસિટી સહિતની કલમોમાં આરોપીઓ નિર્દોષ; મારામારીમાં કુલ 2,વર્ષ અને 1,મહિનાની કેદ અને કુલ રૂ.6,હજાર નો દંડ

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ તા.૮ :  કેશોદના ઇન્દિરાનગર વિસ્તારમાં વર્ષ 2016,માં થયેલી મારામારીના કેસમાં કેશોદના 2,જા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સંજય પાંડેયે ચુકાદો આપ્યો હતો. કોર્ટે એટ્રોસિટી એક્ટની કલમો તથા IPC 504 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળના આરોપો પુરવાર ન થતાં આરોપીઓને આ કલમોમાંથી નિર્દોષ ઠેરવ્યા હતા.

જોકે ફરિયાદી તથા તેના પિતાને મારામારીમાં ઈજાઓ થયાનું પુરવાર થતાં ઇસ્માઇલ ઉર્ફે કાળાભાઇ કાસમભાઇ સીડા, રમેશ ઉર્ફે રામો નાગેશ અને અમરાભાઇ નાગેશને IPC 325 તથા 447 સાથે 114 હેઠળ દોષિત ઠેરવાયા હતા. ત્રણેયને IPC 325 હેઠળ 2 વર્ષની સાદી કેદ અને રૂ.5,000 દંડ, દંડ ન ભરે તો 1 મહિનાની વધારાની કેદ તથા IPC 447 હેઠળ 1 મહિનાની સાદી કેદ અને રૂ.1,000 દંડ, દંડ ન ભરે તો 7 દિવસની વધારાની કેદની સજા ફટકારવામાં આવી હતી. બંને સજાઓ એકસાથે ભોગવવાની રહેશે.

સરકારી વકીલ એન.કે. પુરોહિતની દલીલો બાદ આપેલા ચુકાદામાં ઇસ્માઇલ ઉર્ફે કાળા કાસમ સીડા અને અમરા નાગેશને સારા વર્તનની શરતે પ્રોબેશનનો લાભ આપવામાં આવ્યો છે. જ્યારે કાસમ ઉમરભાઇ સીડાનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થતાં તેની સામેની કાર્યવાહી એબેટ કરવામાં આવી હતી.

એટ્રોસિટીનો આરોપ પુરવાર ન થવા પાછળ જાતિ અંગેના ચોક્કસ અપમાનજનક શબ્દો કોણે કહ્યા તેની સ્પષ્ટ સાબિતી ન હોવા સહિતના કારણો કોર્ટે નોંધ્યા હતા.

(1:20 PM IST)