તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 21st September 2026
બ્રહ્માકુમારીઝ અમરેલી દ્વારા વિશ્વ બંધુત્વ રક્તદાન શિબિરમાં ૫૦ રકતદાતાઓએ રકતદાન કર્યું

બ્રહ્માકુમારીઝ અમરેલી દ્વારા ગ્રીનપાર્ક સોસાયટી કેરીયારોડ, દિવ્યઅનુભૂતિ ભવન અમરેલી ખાતે રાજયોગીની દાદી પ્રકાશમણિજીની ૧૯મી પુણ્ય સ્મળતિ નિમિતે તથા બ્રહ્માકુમારીઝ ગોલ્ડન જયુબિલી વર્ષના પાવન અવસરે વિશ્વ બંધુત્વ રક્તદાન મહાઅભિયાન અંતર્ગત બ્રહ્માકુમારીઝ અમરેલી, વેપારી મહામંડળ, રોટરી કલબ ઓફ અમરેલી (ગીર) તથા રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ શિબિરનું ઉદઘાટન કરતા ડો. કાનાબાર પ્રમુખશ્રી રેડ ક્રોસ સોસાયટી અમરેલીએ જણાવેલ કે શરીરના ભાગના દાનનું મૂલ્ય અમૂલ્ય છે. સંસ્થા વિશે વાત કરતા જણાવેલ કે મારી દિકરી ડીસ્ટર્બ થઈ ગયેલ, ઉઘ ન આવવી, કામમાં રૂચી રસ ન રહે સતત બેચન રહે,સાઈકોલોજીકલ ડીસ્ટર્બ થઈ ગયેલ ત્યારે બ.કુ. સંસ્થા લાવેલ દિદીઓએ મેડિટેશન અને પાલના કરતા થોડાજ સમયમાં પહેલા જેવી સ્વસ્થ બની ગયેલ, નોર્મલ જીવન જીવવા લાગેલ. આવી પવિત્ર સંસ્થા આજે સુંદર કાર્ય થઈ રહ્યુ છે. તયાર બાદ રાજયોગીની ગીતાદીદીએ જ્ઞાનપાન, યોગ,ધ્યાન અને રકતદાનના મહત્વ વિશે આધ્યાત્મિક માર્ગદર્શન આપેલ. સંજયભાઈ વણાજારા ચેરમેન વેપારી મહામંડળ, બિરજુભાઈ અટારા પ્રમુખશ્રી વેપારી મહામંડળ રવિભાઈ પરીખ પ્રમુખ તથા ડા. જીત જોષી સેક્રેટરી, રોટરી કલબ ઓફ અમરેલી (ગીર) ભાવેશભાઈ સોઢા,દિનેશભાઈ ભુવા તથા ડો. વઘાસીયાના કરકમળોથી દિપ પ્રજવલિત કરેલ. આ કેમ્પમાં બ્ર.કુ. કિંજલબેન, બ્ર.કુ. વસુધાબેન, બ્ર.કુકોમલબેન, બ.કુ. અર્ચનાબેન સહિત બ્રહ્માકુમારીના પરીવારના સભ્યો તથા તમામ સંસ્થાના સભ્યો તથા નાગરીકોએ રકતદાન કરી ૬૦ યુનિટ રક્તદાન કરેલ. રકતદાન નિમિતે નશા મુકતીની પ્રતિજ્ઞા કરાવવામાં આવેલ. તેમ ફિલ્ડ રીપોટર બ્ર.કુ.આઈ.પી.બાર્ડની યાદી જણાવે છે. (તસ્વીર અરવિંદ નિર્મળ અમરેલી)
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
