તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
વેરાવળમાં ૫૦ જગ્યાએ પાણી ભરાયાઃ ૫૦૦ દુકાનોના ધંધા શાકભાજી, લારી ગલ્લા ૩૦૦થી વધારે બંધ
વેરાવળમાં ૨૪ કલાક માં ૧૨ ઈંચ, સુત્રાપાડા માં ૯ ઈંચ નગરપાલિકાના દરવાજે ગોઠણડુબ પાણીઃ દુકાનોની અંદર ઘુસી ગયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૪: વેરાવળ સોમનાથ વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાક થી વરસાદ વરસતો હોય જેથી અનેક દુકાનો તેમજ મકાનો માં પાણી ધુસી ગયેલ હતા મુખ્ય રોડ તેમજ શહેર ના અનેક રોડ માં મોટા મોટા ખાડાઓ પડી જતા અનેક વાહન ચાલકો ખાબકેલ હતા નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી તદન નિષ્ફળ ગયેલ હોય તેવા આક્ષેપો પણ થયેલ છે શહેરભર માં અનેક ધમધમતા બજારો તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ૫૦૦ થી વધારે દુકાનો ના ધધા રોજગાર ઠપ થયેલ હતા ૩૦૦ થી વધારે શાકભાજી,લારી ગલ્લાઓને બંધ રાખવાની ફરજ પડેલ હતી શહેર ભર માં વરસાદ ના પાણી થી અનેક વિસ્તારમાં દરિયો ભરાઈ ગયેલ હોય પાણી નિકાલ નગરપાલિકા તદન નિષ્ફળ નિવડેલ હતી.
વેરાવળ ભીડીયા સોમનાથ વિસ્તાર માં છેલ્લા ૨૪ કલાક માં તા. ૨/૭/૨૬ ને સાંજે ૬ વાગ્યા થી તા.૩/૭/૨૬ ને સાંજે ૬ વાગ્યા સુધીમાં ૩૦૨ મીમી (૧૨ ઈચ) વરસાદ પડેલ હતો આ વરસાદ થી શહેરની મુખ્ય બજારો તેમજ અનેક વિસ્તારો જળબંબાકાર બનેલ હતા નગર પાલિકા ના મુખ્ય દરવાજે ગોઠણડુબ પાણી હોવાથી અધિકારીઓ, પદાધિકારીઓ નિકળી પણ શકતા ન હતા આખા શહેર નો જયાં વહીવટી થાય છે તે પાણી માં ગરકાવ થયેલ તેમજ તેમની બહાર શોપીગ સેન્ટર, દવાખાનામાં પાણી ધુસી ગયેલ હતા શહેર ની હૃદયસમા ગાંધીરોડ માં દરીયા જેટલું પાણી ભરાતા દુકાનદારો એ પોતાના ધંધારોજગાર બંધ કરવાની ફરજ પડેલ હતી કંન્ટ્રોલ રૂમમાં ૫૦ જેટલા ફોન ફકત પાણી ભરાવવાના આવેલ હતા જેમાં રેલ્વે ફાટક,જન સમાજ, અમરદીપ, બિલેશ્વર મહાદેવ,અલહરમ કોલોની,ભાલકા વિસ્તાર, આંનદ નગર, ખોડીયાર મંદિર,મકા મસ્જીદ પાછળ તેમજ પ્રભાસપાટણ વોર્ડ નં. ૨ ના અનેક વિસ્તારોમાં પાણી પાણી થઈ જતા જન જીવન અસ્ત વ્યસ્ત થયેલ હતું -થમ વરસાદે નગરપાલિકાની કરોડો રૂપીયાની પ્રિ મોન્સુન ની કામગીરી પાણીમાં ગઈ હોય તેવો ખુલ્લેઆમ આક્ષેપ થયેલ હતો શહેર ના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા શહેરીજનોની ભારે હાલાકી ભોગવવી પડેલ હતી તા.૪ ના રોજ અનેક સ્કુલોએ એક દિવસ ની રજા પણ જાહેર કરેલ છે નગરપાલિકા કોઈપણ જગ્યાએથી નકકર કામગીરી શકેલ ન હતી કોઈ દેખાતું પણ ન હતું તેવો કોગ્રેસ દ્વારા આક્ષેપ થયેલ છે તેમજ બંદર ની અંદર ૩ નંબર નું સીગ્નલ લગાડવામાં આવેલ છે.
સુત્રાપાડા,લોઢવા,પ્રાંચી વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાક માં તા.૨/૭/૨ ૬ ને સાંજે ૬ વાગ્યા થી તા.૩/૭/૨૬ ને સાંજે ૬ વાગ્યા સુધીમા ૨૦૩ મીમી વરસાદ પડેલ છે ૧૦ ઈચ વરસાદ પડતા અમુક ગામડાઓના ગાડા વાટે જતા રોડ બંધ થયેલ હતા. ગીર સોમનાથ જીલ્લા છેલ્લા ૨૪ કલાક માં સાંજે ૬ વાગ્યા સુધીમાં ગીરગઢડા ૩ર,તાલાલા ૬૮,કોડીનાર ૧૧૫,ઉના ૨૨ મીમી વરસાદ પડેલ છે.(૨૩.૧૦)
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
