News of Monday, 11th May 2026
કેશોદ વિસ્તારમાથી સોમનાથ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં જવા સ્પેશિયલ ૫૦ બસો દોડાવામા આવી
‘સોમનાથ અમળત પર્વ' પ્રસંગે નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રોડ શો તથા જન સભા નુ આયોજન છે ત્યારે પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા ચાહકો પહોંચ્યા સોમનાથઃ સ્થાનિક શહેર માટે ૨૦ તથા ગ્રામ્ય વિસ્તાર માટે ૩૦ બસો ફાળવવામાં આવીઃ ફૂડ પેકેટ તથા પાણી બોટલની પણ વ્યવસ્થા

(સંજય દેવાણી દ્વારા) કેશોદ તા.૧૧: આજે સવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના કર્યક્રમ મા સોમનાથ જવા માટે કેશોદ વિસ્તાર માથી લગભગ પચાસ જેટલી સ્પેશિયલ બસો દોડાવવા મા આવેલ હોવા નુ કહેવાય છે. આજે ‘‘સોમનાથ અમળત પર્વ'' ઉત્સવ પ્રસંગે સોમનાથ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતીમા રોડ શો તથા જનસભા નું આયોજન હોય આ કાર્યક્રમ મા આ વિસ્તારમાંથી વધુ મા વધુ લોકો જોડાય તે માટે છેલ્લા કેટલાક દિવસોથી બેઠકો બોલાવી સંબંધીતો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવેલ. જાણકાર વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન શ્રી ના સોમનાથ ખાતેના કાર્યક્રમ ના અનુસંધાને સ્થાનિક કેશોદ શહેર માટે ૨૦ તથા કેશોદ તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માટે ૩૦ મળી કુલ ૫૦ જેટલી એસ. ટી. બસો ફાળવવા મા આવેલ.આ બસો સ્થાનિક શહેર તથા ગ્રામ્ય વિસ્તારો માથી પૂર્વ આયોજન મુજબ નિયત કરવામા આવેલ જુદા જુદા સ્થળો એ રાખવામાં આવેલ એસ ટી ની બસો આજે સવારે લોકોને લઇ સોમનાથ ખાતે જવા માટે રવાના થયેલ હતી. જે વડાપ્રધાનશ્રી નો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરત ફરશે. આ સ્પેશિયલ બસોમા મુસાફરી કરનાર લોકો માટે ફૂડ પેકેટો તથા પાણી બોટલો ની પણ વ્યવથા કરેલ હોવાનુ જાણવા મળેલ છે.
દરમિયાન પર્વતમાં ઉનાળાના ભારે તાપ અને ગરમી વચ્ચે પણ પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા તથા તેઓના સંબોધનનો લાભ લેવા અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ, ભાજપના કાર્યકરો સહિતના ચાહકો સોમનાથ ખાતે પહોંચી ગયેલછે
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
