<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

કોડીનારમાં ૫૧ ફૂટ ઉંચા રાવણનું દહન

વર્ષોની પરંપરા મુજબ ધાર્મિક અને સાંસ્‍કૃતિક ઝાંખીઓ સાથેની શોભાયાત્રાનું આકર્ષણ

(અશોક પાઠક દ્વારા)કોડીનાર, તા. ૨૧: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં વર્ષોની પરંપરા જાળવી રાખતા વિજયાદશમી મહોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. વિજયાદશમી મહોત્‍સવ સમિતિ ટ્રસ્‍ટ અને ભવાની યુવક મંડળ કોડીનાર દ્વારા આયોજિત આ મહોત્‍સવમાં સૌરાષ્‍ટ્રના પ્રખ્‍યાત ૫૧ ફૂટ ઊંચા રાવણના પૂતળાનું ભવ્‍ય આતશબાજી વચ્‍ચે દહન કરવામાં આવ્‍યું હતું. ભગવાન શ્રીરામની ભવ્‍ય શોભાયાત્રા, વિવિધ આકર્ષક ફ્‌લોટ્‍સ અને ડી.જે.ના તાલે શહેરમાં ઉત્‍સવનો માહોલ છવાયો હતો.

મહોત્‍સવના ભાગરૂપે બપોરે જંગલેશ્વર મંદિરેથી ભગવાન શ્રીરામચંદ્રજીની સવારી સાથે ભવ્‍ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. શહેરના મુખ્‍ય માર્ગો પરથી પસાર થયેલી આ શોભાયાત્રામાં વિવિધ મંડળો અને ગ્રૂપ દ્વારા ધાર્મિક, પૌરાણિક અને સાંસ્‍કળતિક થીમ આધારિત આકર્ષક ફ્‌લોટ્‍સ રજૂ કરવામાં આવ્‍યા હતા.શોભાયાત્રામાં પ્રભુ શ્રીરામ, રામકથાના પ્રસંગો પર આધારિત લવ-કુશ, રામ દરબાર, શબરી મિલન, બાહુબલી હનુમાન, મહાકાળી માતાજી તથા રાક્ષસ વધ જેવા પૌરાણિક પ્રસંગોને જીવંત કરતી ઝાંખીઓ લોકોમાં આકર્ષણનું કેન્‍દ્ર બની હતી. આ ઉપરાંત અદાલતની ઝાંખી, પરંપરાગત સિંધી દાંડિયા રાસ અને ડાંગલાના લોકનળત્‍યને રજૂ કરતા ફ્‌લોટ્‍સે પણ લોકોનું ધ્‍યાન ખેંચ્‍યું હતું. વિવિધ વેશભૂષામાં સજ્જ કલાકારો અને જીવંત પાત્રોએ શોભાયાત્રાની શોભામાં વધારો કર્યો હતો. સમગ્ર યાત્રા દરમિયાન ડી.જે.ના સંગીતના તાલે ઉત્‍સાહભર્યું વાતાવરણ સર્જાયું હતું.

શહેરના મુખ્‍ય માર્ગો પરથી પસાર થયા બાદ શોભાયાત્રા સાંજે શિંગોડા નદીના પટાંગણમાં પહોંચી હતી. અહીં ભવ્‍ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયા બાદ ૫૧ ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્‍યું હતું.

 સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. સફળ બનાવવા વિજયાદશમી મહોત્‍સવ સમિતિ તથા ભવાની યુવક મંડળના સભ્‍યોએ જહેમત ઉઠાવી હતી. મહોત્‍સવ દરમિયાન વહીવટી તંત્ર અને કોડીનાર પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત જાળવવામાં આવ્‍યો હતો.

(10:49 AM IST)