<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

જામનગરમાંથી વિદેશી દારૂના ચપલા નંગ-૫૨૮ તથા મોબાઈલ અને વાહન મળીને કુલ રૂ.૧,૩૭,૦૦૦ના મુદામાલ સાથે એક આરોપીને જામનગર-એલ.સી.બી.એ ઝડપ્યો : જુઓ વિડિયો

સાધના કોલોની પહેલા ઢાળીયા પાસે રોડ ઉપર બજાજ મેકસીમા ઓટો રીક્ષામાંથી દારૂના મુદામાલ સાથે આરોપીને ઝડપી લેવાયો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય (IPS) નાઓએ જામનગર જીલ્લામાં દારૂ જુગારના કેશો કરવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક  ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામાં દારૂ જુગારના કેશો કરવા અંગે એલ.સી.બી. ના પો.ઇન્સ.ને સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.બી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસોએ દારૂ જુગારના કેશોસોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા

    દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના રૂષિરાજસિંહ વાળા તથા દિલીપભાઈ તલાવડીયા તથા મયુદિનભાઈ સૈયદને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં સાધના કોલોની પહેલા ઢાળીયા પાસે રોડ ઉપર સહદેવસિંહ વિક્રમસિંહ જાડેજા જાતે ગીરા (ઉ.વ.૨૯)ધંધો રી.ડ્રા(.રહે. શંકરટેકરી નવી નિશાળ પાણીના ટાંકા પાસે ખોડીયાર માતાજી મંદિર સામે જામનગર) બજાજ મેકસીમા ઓટો રીક્ષા રજી નં- જી.જે.૧૦ ટી.ડબલ્યુ ૮૫૫૫ મા ભારતીય બનાવટની વિદેશી દારૂના ચપલા નંગ-૫૨૮ કિ.રૂ. ૫૨,૮૦૦/- તથા એક મોબાઈલ ફોન કિ.રૂ.૫૦૦૦/-તથા મેકસીમા ઓટો રીક્ષા. કિ.રૂ.૮૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧,૩૭,૦૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા પોલીસ હેડ કોન્સ યુવરાજસિંહ ઝાલાએ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ હેડ કોન્સ હીતેન્દ્રસિંહ જાડેજાએ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. દારૂનો જથ્થો સપ્લાયર યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા રહે.આશીર્વાદ સોસાયટી કિર્તીપાન વાળી ગલી જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે
   આ કાર્યવાહી પો.ઇન્સ.વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા,નાનજીભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, ધનશ્યામભાઈ ડેરવાળીયા, ભરતભાઈ ડાંગર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, ધમેન્દ્રસિંહ જાડેજા, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, સુમીતભાઈ શીયાર, કિશોરભાઈ પરમાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઈ વીરડા, ભયપાલિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામાં આવેલ છે.

(8:43 PM IST)