News of Monday, 27th April 2026
વિસાવદર તાલુકામાં ૫૮.૩૩% અને ભેંસાણમાં ૫૮.૦૭% મતદાનઃ કોણ જીતશે..? કોણ હારશે..? તર્ક વિતર્ક
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીનુ પુનરાવર્તન કે પરિવર્તન..?!! સેમી ફાઇનલ જેવો રાજકીય ઘાટ સર્જાયો..!! આપનાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા, ભાજપના ધુરંધરો કિરીટ પટેલ, હર્ષદ રિબડિયા, ભૂપત ભાયાણી, કોંગ્રેસનાં કરશન વાડોદરિયા સહિતના મહાનુભાવોની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર..?! અવનવા તર્ક વિતર્કઃ રાજકીય ધમધમાટ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૭ : વિસાવદર તાલુકામાં ૫૮.૩૩% અને ભેંસાણમાં ૫૮.૦૭% મતદાન થયું છે. કોણ જીતશે..? કોણ હારશે..? તે અંગે અવનવા તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
વિસાવદર-ભેસાણ પંથકમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીનુ પુનરાવર્તન કે પરિવર્તન થશે..?!! તેવા પ્રશ્નાર્થ સાથે આગામી વિધાનસભાની ચૂંટણીના રિહર્સલ સમો સેમી ફાઇનલ જેવો રાજકીય ઘાટ સર્જાયો છે..!! આપનાં ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા, ભાજપના ધુરંધરો કિરીટભાઈ પટેલ, હર્ષદભાઈ રિબડિયા, ભૂપતભાઇ ભાયાણી, કોંગ્રેસનાં કરશનભાઈ વાડોદરિયા સહિતના મહાનુભાવોની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર છે..?! અવનવા તર્ક વિતર્ક થઈ રહ્યા છે. જબરો રાજકીય ધમધમાટ પ્રવર્તે છે.
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો કંઈક નોખો, કંઈક અનોખો, કંઈક અલગ જ જંગ જામ્યો છે ત્યારે હરહંમેશની જેમ આ વખતે પણ વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રની સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમગ્ર રાજ્યમાં ધ્યાનાકર્ષક બની રહી હતી.
વિસાવદર પંથકમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીનુ પુનરાવર્તન થશે કે પરિવર્તન..? એ તરફ સૌની મીટ મંડાઇ છે.
વિસાવદર-ભેસાણ વિસ્તારનાં આમ આદમી પાર્ટીના વર્તમાન ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા, ભાજપના ધુરંધરો કિરીટભાઈ પટેલ, હર્ષદભાઈ રિબડિયા, ભૂપતભાઇ ભાયાણી, કોંગ્રેસનાં કરશનભાઈ વાડોદરિયા સહિતના મહાનુભાવોની રાજકીય પ્રતિષ્ઠા દાવ પર લાગી છે કારણ કે, આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વેનુ આ રાજકીય રિહર્સલ ગણાય રહ્યુ છે ત્યારે ચોરેને ચૌટે સાર્વત્રિક અવનવા તર્ક વિતર્ક થઈ રહ્યા છે. સમગ્ર વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રમાં જબરો રાજકીય ધમધમાટ પ્રવર્તે છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
