<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

ગુજસીટોકમાં ઝડપાયેલા જામનગરની સાયચા ગેંગની ટોળકીના ૬ આરોપીઓ સાત દિવસના રિમાન્ડ ઉપર

જામનગરની સાયચા ગેંગ વિરૂધ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુના હેઠળ કોઈ ૭૪ ફરિયાદો નોંધાઈ ચૂકી છે

જામનગર પોલીસ  દ્વારા સાયચા ગેંગની ટોળકીના ૧૧ સાગરીતો વિરૂધ્ધ  ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં છ આરોપીઓને ઝડપી લેવાયા છે. જ્યારે ચાર આરોપીઓ હાલ જેલમાં છે .તથા એક આરોપીને હજુ પકડવાનો બાકી છે.આ ગેંગના સભ્યો સામે કુલ ૭૪ જેટલા ગુનાઓ નોંધાયા છે. ઝડપાયેલા છ આરોપીઓને આજે રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવતા તેમને સાત દિવસ ના પોલીસ ઉપર રિમાન્ડ ઉપર સોપવા નો અદાલતે હુકમ કર્યો હતો.
  નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ- રાજકોટના નિર્લિપ્ત રાયની સુચના મુજબ પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન અન્વયે જામનગર જીલ્લા વિસ્તારમા સંગઠીત ગુના આચરતી ટોળકીઓની ગુનાહિત પ્રવુતિ નિયંત્રણ લેવા માટે સુચના આપવામાં આવી હતી.
જે અન્વયે જામનગર શહેર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તેમજ એલ.સી.બી પોલીસ ઇન્સપેકટર .વી.બી.ચૌધરી , તથા પો.સબ ઇન્સ  એમ.વી ભાટીયા, તથા સીટી બી ડીવી પો.સ્ટેના પોલીસ ઇન્સપેકટર એન.એમ.ગઢવી તથા એલ.સી.બી./એસ.ઓ.જી./પેરોલ ફર્લો/સીટી બી ડીવી. પો.સ્ટે.ની ખાસ ટીમ દ્રારા
જામનગર જીલ્લામા એજાજ ઉમર સાયચા  તથા રજાક નુરમામદ સાયચા એ તેઓના સાગરીતો સાથે મળીને સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી ખુન,ખુનની કોશિષ,અપહરણ ખંડણી,બળજબરીથી કઢાવી લેવુ,આર્મ્સ એકટ, ફાયરીંગ, ગેરકાયદેસર વ્યાજ વટાવ,જાનથી મારી નાખવાની ધમકી, રાયોટીંગ, જમીનનો ગેરકાયદેસર કબજો કરવા,આપધાતની દુષ્પ્રેરણાં, જાહેરનામા ભંગ, પ્રોહીબીશન, જુગારધારા, હથિયાર બંધી જાહેરનામા, મારામારીના ગુનાઓ આચરી સામાન્ય નાગરીકોમા ભય પેદા કરી, પોતાની ટોળકીની ગુનાહિત પ્રવ્રુતિ પ્રત્યેક્ષ કે પરોક્ષ ગેંગના સભ્ય તરીકે ચાલુ રાખેલ હોય, જેમાં આજ દીન સુધીમાં સાયચા ગેંગના સભ્યો વિરૂધ્ધ કુલ-૭૪ ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.અને  હાલમા પણ તેઓની ગુનાહિત  ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ છે
 જેથી વી.બી.ચૌધરી (પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી જામનગર)  એ આરોપીઓ  વિરૂધ્ધ  ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ - ગુજસીટોક   હેઠળ ગઈકાલે જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમા  ગુનો નોંધાવ્યો હતો.
આ ગુના માં  ૬ આરોપીઓ ગુલામ જુસબભાઇ સાયચા , મહેબુબ જુસબભાઇ સાયચા , અસગર જુસબભાઇ સાયચા, હનીફ નુરમામદભાઇ સાયચા ,  ઇમ્તીયાઝ નુરમામદભાઇ સાયચા , અને  રજાક દાઉદભાઇ  ચાવડા ઉર્ફે રજાક સોપારી ને ઝડપી લેવાયા હતા.
     આ તમામ  આપીઓ ને આજે સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં રજૂ કરવામાં આવતા આવ્યા હતા, અને પોલીસ દ્વારા ૧૪  દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી  તમામ દલીલો સાંભળ્યા પછી અદાલતે  સાત દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી જે.એ ન. ઝાલા દ્વારા ચલાવવામાં આવી રહી છે.
        જ્યારે બસીર જૂસબભાઈ સાયચા  (જેલમા) , સિંકદર નુરમામદભાઇ સાયચા (જેલમા) , ઇમરાન નુરમામદભાઇ સાયચા (જેલમા) , રજાક નુરમામદભાઇ સાયચા (જેલમા)  હાલ જેલ માં છે.તથા  એજાજ ઉમરભાઇ સાયચા ને પકડવા નો બાકી છે.
   જામનગરની સાયચા ગેંગ વિરૂધ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુના હેઠળ કોઈ ૭૪ ફરિયાદો નોંધાઈ ચૂકી છે

(8:57 PM IST)