News of Friday, 3rd July 2026
પાટણ-વેરાવળમાં ૬ ઇંચ : માંગરોળમાં વધુ ૪ ઇંચ વરસતા ૨૨ ઇંચ : કેશોદમાં ર૦ ઇંચ ખાબકયો

રાજકોટ, તા., ૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની પધરામણી થઇ ગઇ છે અને પ્રથમ રાઉન્ડમાં ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં મેઘરાજા વધુ મહેરબાન થયા છે. આજે સવારથી બપોરના ર વાગ્યા સુધીમાં જુનાગઢ જીલ્લાના માંગરોળમાં વધુ ૪ ઇંચ વરસાદ પડતા મોસમનો અત્યાર સુધીનો વરસાદ રર ઇંચ થયો છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ જીલ્લાના માંગરોળમાં ૪ ઇંચ, મેંદરડામાં પણ ૪ ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે માળીયા હાટીનામાં ૪ાા ઇંચ, કેશોદમાં ૩ ઇંચ, વંથલીમાં ૪ ઇંચ, ભેંસાણમાં ૧ ઇંચ અને જુનાગઢમાં પોણો ઇંચ વરસાદ પડયો છે. પ્રથમ રાઉન્ડમાં કેશોદમાં ર૦ ઇંચ તથા માંગરોળમાં રર ઇંચ વરસાદ પડયો છે.
ગીર સોમનાથ જીલ્લાના પાટણ-વેરાવળમાં પ ઇંચ, તથા સુત્રાપાડામાં ૩ ઇંચ, તાલાળામાં ર ઇંચ, કોડીનારમાં પોણા બે ઇંચ, ગીર ગઢડામાં પોણો ઇંચ અને ઉનામાં ઝાંપટા પડયા છે.
ખંભાળીયા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં આજે સવારથી બપોર સુધીમાં ૩ મી.મી. વરસાદ ઝાંપટા રૂપે પડયો છે.
જેતપુર
(કેતન ઓઝા દ્વારા) જેતપુર : જેતપુરમાં આજે બપોરે ઝાંપટા રૂપે વરસાદ વરસી રહયો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. કાળા ડિંબાંગ વાદળા વચ્ચે મેઘરાજા વધુ હેત વરસાવે તેવી આશા છે.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા હેત વરસાવે તેવી આશા વચ્ચે આજે બપોરે હળવા ઝાંપટા મોરબી શહેરમાં વરસ્યા છે. (૪.૧૭)
વરસાદની આગાહી
(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા : આગામી સમયમાં ચિખલી, બિલીમોરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ગાજવીજ સાથે વરસે તેવી આગાહી છે. આ ઉપરાંત સુરત-નવસારી-તળાજા-અલંગ-પીપાવાવ-રાજુલા-જાફરાબાદ-ધારી- ઉના-પાલીતાણા-અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા છે. આ ઉપરાંત સંતરામપુર, બાયડ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લગભગ બધા સ્થળોએ વરસાદી માહોલ રહેશે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
