તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 3rd November 2026
જેતપુરમાં જીમખાના મેદાનમાં જુગાર રમતા ૬ શખ્સો પકડાયાઃ રૂરલ એલસીબીનો દરોડો
૧.૬૦ લાખની રોકડ સહિત ર.ર૦ લાખનો મુદામાલ કબ્જે

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.
(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૩: રૂરલ એલસીબી પોલીસે જીમખાના મેદામાં જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને ર.ર૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
એલસીબી પીઆઈ જે. પી. રાવ ના માર્ગદર્શન હેઠળ ભાવેશભાઈ ચાવડા, મનીષભાઈ વરુ, રમણીકભાઈ મણવર, મનદીપસિંહ જાડેજા, નિલેશભાઈ ડાંગર, ભરતભાઈ ગમારા, વિરલભાઈ ચંદ્રવાડીયા શહેરમાં એલસીબી ને લગતી કામગીરી માટે નીકળેલ દરમિયાન એસ.ટી બસ સ્ટેન્ડ સામે આવેલ જીમખાના મેદાનમાંથી પસાર થતાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતો હોય એલ સી બી પોલીસે જુગાર અંગેની રેડ કરી પોલીસને જોઈ જુગારીઓ નાશ ભાગ કરવા લાગતા તમામને કોર્ડન કરી જુગાર રમતા ઈમ્તિયાઝ ઉર્ફે પનગઢ આરીફભાઈ લુલાણીયા (ગુજરાતીની વાડી), સબીર યુનુસભાઇ ચોટલીયા, ઝાકીર મહેબુબભાઇ ખોરાણી, ફિરોજ હનીફભાઈ ચાવડા (ત્રણે ગેસના ગોડાઉન પાસે), હુસેન ઈકબાલભાઈ તરકવાડીયા (અનાજના ગોડાઉન પાસે), હુસેન ઉર્ફે સલીમ સોડાવાળા જીકરભાઇ તેર (બોખલા દરવાજા) તમામ શખ્સો ને રોકડ રૂ. ૧,૬૦,૦૦૦ મોબાઇલ નંગ ૬ કિંમત રૂ. ૬૦,૦૦૦ મળી કુલ રૂ. ૨,૨૦,૦૦૦ ના મુદ્દા માલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે શહેર પોલીસને સોંપી દેતા શહેર પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ જુગાર અંગેની ફરિયાદ નોંધેલ
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
