<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ

શાળાના પ્રિન્સિપાલ સના કાઝીએ પણ વિદ્યાર્થીઓ, વાલીઓ અને માર્ગદર્શક શિક્ષકોને શુભકામનાઓ આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના શનાળા રોડ ઉપર આવેલ OSEM GSEB સ્કૂલના 6 વિદ્યાર્થીઓએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની પ્રતિષ્ઠિત Student Startup & Innovation Policy (SSIP 2.0) હેઠળ નોંધપાત્ર સફળતા મેળવી છે. અને આ વિદ્યાર્થીઓના ત્રણ ઇનોવેટિવપ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે

વધુમાં માહિતી આપતા શાળાના સંચાલકે જણાવ્યુ હતું કે, ઇનોવેટિવ પ્રોજેક્ટ માટે દરેક ટીમને 20,000 ની ઇનોવેશન ગ્રાન્ટ એનાયત કરવામાં આવી છે. અને પસંદ થયેલા પ્રોજેક્ટ્સમાં DataRakshak AI, Customity, Your Vision Crafted to Perfection AI अने Katha Chitra नो સમાવેશ થાય છે. આ પ્રસંગે ઓસેમ ગ્રુપના પ્રમુખ સુમંત પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓની નવીન વિચારસરણી અને સર્જનાત્મકતા જ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય ઘડશે. ઓસેમ હંમેશાં વિદ્યાર્થીઓને નવીનતા, સંશોધન અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિ માટે પ્રોત્સાહિત કરતું રહેશે.” આ શાળાના પ્રિન્સિપાલ સના કાઝીએ પણ વિદ્યાર્થીઓ, વાલીઓ અને માર્ગદર્શક શિક્ષકોને શુભકામનાઓ આપી હતી.

(1:01 AM IST)