<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

જૂનાગઢમાં જાહેરમાં જુગાર રમતી ૬ મહિલા પકડાઈ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૦: ખલીલપુર રોડ, ઓમ નગર પાસે મહિલાઓ જાહેરમાં જુગાર રમતી હોવાની વાતની મળતા ડિવિઝન પોલીસ સ્‍ટેશનના કાફલાએ  દરોડો પાડ્‍યો હતો.

 આ કાર્યવાહીમાં પોલીસે જુગાર રમતી અંકીતાબેન પ્રવિણભાઇ મગનભાઇ ઠુંમર રહે. ખલીલપુર રોડ, ઓમ નગર સગુન રેસીડેન્‍સી પાસે જુનાગઢ, દર્શનાબેન દિપકભાઇ વરજાંગભાઇ ચુડાસમા રહે. ખલીલપુર રોડ,  રાધારમણ સોસાયટી જુનાગઢ (હકુબેન કોળીના મકાનમા ભાડેથી), હીનાબેન બાબુભાઇ રુડાભાઇ ઘવા રહે. ગંધારી વાડી હરદ્વાર  સોસાયટી જુનાગઢ, રમીલાબેન રાકેશભાઇ રવજીભાઇ કથીરીયા  રહે. ખલીલપુર રોડ,   ઓમ નગર પાસે, પાવન પાર્ક સોસાયટી બ્‍લોક નં.૧૬ જુનાગઢ, સવીતાબેન નારણભાઇ હરીભાઇ બાબરીયા રહે. સુરત પાસોદ્રા પાટીયા, વિજયાબેન પ્રવિણભાઇ મોહનભાઇ ઘાડીયા રહે. ખલીલપુર રોડ, ઓમનગરને પકડી લીધી હતી. પોલીસે જુગાર રમી રહેલી મહિલાઓ પાસેથી રૂા.૧૦,૨૦૦ની રોકડ રકમ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:05 AM IST)