<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ર દિવસમાં ૬૦ દબાણો દૂર કરાયા

નેશનલ હાઇવે ઓથોરીટી અને રેવન્‍યુ પોલીસની કામગીરી : સરકારી જમીનો ખુલ્લી કરાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૯ :  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઇવે પર દબાણો થયા હોય આ મુદ્દો ધ્‍યાનમાં આવતા માર્ગ સલામતીની તથા નેશનલ હાઇવેના ડાયરેકટર અબ્‍દુલા ખાન દ્વારા તાકીદે સામુહિક રીતે ડિમોલેશન હાઇવે પર કરવા નકકી કરીને બે દિવસ કરીને ૬૦ દબાણો તથા ૪ર હાઇવે પરના ગેપ દૂર કરવાના મહત્‍વના કર્યો કર્યા છે.

ફરંગાની ખંભાળિયા ર૭ ગેપ ગેરકાયદે હતા તથા દ્વારકા હર્ષદ વચ્‍ચે ૧પ ગેપ હતા તે તમામ ૪ર ગેપને બંધ કરવામાં આવ્‍યા છે તથા ચેતવણી આપીને નવા ગેપ કરનારા સામે કાયદેસરની કાર્યવાહીની ચેતવણી પણ અપાઇ છે. તથા પેટ્રોલપંપો તથા હોટલોના સંચાલકોને આકરા પગલા લેવાના શરૂ થતા મંજુરી લેવા પડાપડી સાથે ઢગલાબંધ અરજીઓ આવી ગઇ હતી.

નેશનલ હાઇવે ઓથોરીટી ઇજનેર વત્‍સલ પટેલ દ્વારા કાર્યાવહી કરીને ફરંગાની ખંભાળિયા તથા ખંભાળિયાથી ઝામરના પાટીયા સુધીમાં નાના મોટા દબાણો હાઇવેને જોડતા રાસ્‍તાઓ વિ. કુલ ૪૦ દબાણો દૂર કરવા કાર્યવાહી થઇ હતી.

નેશનલ હાઇવે ઓથોરીટીની આ કામગીરીમાં ઇજનેર વત્‍સલ પટેલની સાથે દ્વારકા પ્રાંત અધિકારી ખંભાળિયા રવેન્‍યુ અધિકારીઓ તથા પોલીસ ઇન્‍સ્‍પેકટરો અમ.જી. જાડેજા, સી.આર. રાણા, ટી.સી. પટેલ વિ. પણ જોડાયા હતા તથા ડી.વાય.એસ.પી. મીત રૂદતાલ દ્વારા પણ કાર્યવાહીની મુલાકાત લેવામાં આવી હતી.

(1:12 PM IST)