<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

મોરબીમાં કલરકામ કરતી વખતે પટકાતાં ૬૧ વર્ષના વૃધ્‍ધ અબ્‍દુલભાઇ કુરેશીનું મોત

મકરાણીવાસમાં કામ કરવા ગયા ત્‍યારે બનાવઃ રાજકોટમાં દમ તોડતાં પરિવારજનોમાં માતમ

રાજકોટ તા. ૮: મોરબીમાં કલર કામ કરતી વખતે સીડી પરથી પટકાતાં ગંભીર ઇજા થતાં વૃધ્‍ધનું મૃત્‍યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. પાંચ દિવસ પહેલા આ બનાવ બન્‍યો હતો. વૃધ્‍ધને મોરબી સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. અહિ આજે દમ તોડી દીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ મોરબીના મકરાણીવાસમાં ભોજનશાળા પાછળ રહેતાં અબ્‍દુલભાઇ ઉસ્‍માનભાઇ કુરેશી (ઉ.વ.૬૧) નામના વૃધ્‍ધ તા. ૩/૧૦ના રોજ ઘર નજીક મકરાણીવાસમાં એક મકાનનું કલર કામ રાખ્‍યું હોઇ ત્‍યાં સીડી પર ચઢીને કલરકામ કરતાં હતાં ત્‍યારે બેલેન્‍સ ગુમાવતાં પડી જતાં માથામાં ઇજા થતાં મોરબી સારવાર માટે દાખલ કરાયા હતાં.

ત્‍યાં હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયા હતાં. અહિ આજે મૃત્‍યુ થયું હતું. મોરબી પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર વૃધ્‍ધ અબ્‍દુલભાઇ કુરેશી બે બહેનો અને સાત ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. બનાવને પગલે પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. મોરબી પોલીસે રાજકોટ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

(10:58 AM IST)