<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

જૂનાગઢમાં ગિરિરાજની ચિત્રકૂટ સોસાયટીમાં 63 વર્ષીય વૃદ્ધાની કરપીણ હત્યા: ચકચાર

મૃતક મહિલાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઊંડા નિશાન :પોલીસે હત્યારાઓને પકડવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા

જૂનાગઢના ગિરિરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં એક 63 વર્ષીય વૃદ્ધાની રહસ્યમય સંજોગોમાં હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક મહિલાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઊંડા નિશાન મળી આવતા પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સહિત જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને પકડવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(1:13 AM IST)