News of Thursday, 11th April 2024
જામનગરમાં રૂપાલાના વિરોધમાં ભાજપની સભામાં ખુરશીઓ ઉલાળી : મહિલાઓની અટકાયત

જામનગર : શહેરમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા સતત બીજા દિવસે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભાજપનો મોદી પરિવારની સભા દરમ્યાન વિરોધ કરવામા આવ્યો હતો. જામનગર શહેરના વુલનમિલ વિસ્તારમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા ભાજપનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા કાર્યક્રમ સ્થળે પહોંચી રૂપાલા હાય હાય ના નારા લગાવી બહેનોએ કાર્યક્રમમાં ગોઠવવામાં આવેલી ખુરશીઓ ઉલાળી વિરોધ વ્યક્ત કરતા પોલીસે દોડી જઈ વિરોધ કરી રહેલી મહિલાઓની અટકાયત કરી હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)(૨૧.૧૭)
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
