News of Thursday, 11th April 2024
આકરા તાપથી લોકો અકળાયા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતા તાપ સાથે ઉનાળાનો આકરો મિજાજ

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા તાપથી લોકો અકળાયા છે. બપોરના સમયે ધોમખધતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી જાય છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : સોરઠમાં તાપમાનનો પારો ૪૧ ડીગ્રી નજીક પહોંચી જતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે જુનાગઢ શહેરનું લઘુતમ તાપમાન ર૩.૩ ડીગ્રી રહ્યા બાદ આજે સવારે બે ડિગ્રી તાપમાન વધીને રપ.૩ ડીગ્રી નોંધાયું હતું. આ સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને ૬૧ ટકા થઇ જતા ગરમી વધી હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૩ કિલોમીટરની રહી હતી.
બુધવારે જુનાગઢનું મહત્તમ તાપમાન ૪૦.૯ ડીગ્રી રહ્યા બાદ આજે પણ સવારથી જ અગન વર્ષા શરૂ થઇ જતા બપોરે તાપમાન ૪૦ ડીગ્રી ઉપર રહેવાની શકયતા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૩, મહત્તમ તાપમાન ૩૭.ર, ભેજનું પ્રમાણ ૯૩ ટકા, પવનની ગતી ૭.૭ કી. મી. રહી છે.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
