<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th April 2024

કંડલા પોર્ટના નવા ચેરમેન તરીકેનો ચાર્જ હવે ગોવા પોર્ટના ચેરમેન એન. વિનોદકુમાર પાસે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : દીનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન તરીકે અત્યારે કાર્યરત એસ.કે. મેહતાનો કાર્યકાળ ૧૬ એપ્રિલે પૂરો થતાં તેઓ પરત પોતાના ગૃહ વિભાગ રાજ્ય સરકારના વન ખાતામાં બઢતી સાથે પરત ફરશે. ત્યારે ૧૭ મી એપ્રીલ થી દીનદયાળ પોર્ટ કંડલાના ઇન્ચાર્જ ચેરમેન તરીકે ગોવા પોર્ટના ચેરમેન એન. વિનોદકુમાર કાર્યભાર સંભાળશે. ગોવા અને કંડલા એમ બે પોર્ટનો કાર્યભાર સંભાળનાર એન. વિનોદકુમાર ભારતીય પોસ્ટલ વિભાગના અધિકારી છે. વિદાય લેતાં ચેરમેન એસ.કે. મેહતા એ કંડલા પોર્ટના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. સાથે સાથે જોડિયા શહેરો આદિપુર, ગાંધીધામ તેમ જ કંડલા ના વિકાસ માટે પણ સરાહનીય કામગીરી કરી છે. મિતભાષી એસ.કે. મેહતાએ મિલનસાર અધિકારી તરીકે ચાહના મેળવી છે.

(5:35 PM IST)