<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th April 2024

પોરબંદરના વયોવૃધ્‍ધ પારેખ દંપતી દ્વારા સૌને લોકશાહી મહાપર્વમાં અચૂક મતદાન કરવા અનુરોધ

 

પોરબંદર, તા.૧૧: ૮૫ વર્ષની વય ધરાવતા પીઢ પત્રકાર હેમેન્‍દ્રકુમાર પારેખ અને તેના પત્‍નિ લીલમબેન (Lilamben) બંનેએ વિધાનસભા પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં પોતે મતદાન કરીને લોકશાહી પર્વમાં સહભાગી બનશે અને બંનેએ સૌને અચૂક મતદાન કરવા અનુરોધ કર્યો છે.

પોરબંદર લોકસભા સામાન્‍ય ચૂંટણી અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગળતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. શાળા કોલેજોની સાથોસાથ સંસ્‍થાઓ દ્વારા મતદાર જાગળતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સિનિયર સિટીજનો દ્વારા અચુક મતદાન કરવાના સંકલ્‍પ લેવામાં આવી રહ્યા છે.

ચૂંટણી તંત્ર દ્વારા સિનિયર સિટીજનોને મતદાન કરવામાં કોઈ પ્રકારની મુશ્‍કેલી ન પડે તે માટે વિશેષ વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા તેઓ ઘરેથી મતદાન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્‍યું છે. મતદાન જાગળતિ અંગે પોરબંદરના સિનિયર સિટીજન અને વરિષ્ઠ પત્રકાર હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું કે લોકશાહીના આ મહાપર્વમાં હું દર વખતે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાન કરી સહભાગી બનું છું. તા.૭ મેના રોજ વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાપર્વની ઉજવણી અંતર્ગત મતદાન થશે.

પોરબંદર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ કરતાં સૌ સિનિયર સિટીજનોને અચૂક પણે મતદાન કરી લગ્ન પ્રસંગ તેમજ તહેવારોની જેમ આ લોકશાહીના મહાપર્વમાં જોડાવા અનુરોધ કરાયો હતો. લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં સૌ કોઈને સહભાગી બનવા અપીલ કરી હતી. ૮૫ વર્ષથી વધુ વયના વરિષ્ઠ પત્રકાર હેમેન્‍દ્રભાઇ પારેખ તેમના પત્‍ની સાથે સજોડે મતદાન કરશે તેવું જણાવ્‍યું હતું, અને સૌને મતદાન કરવા નમ્ર અપીલ કરી હતી.(માહિતી ખાતુ - પોરબંદર)

(5:32 PM IST)