<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

જામનગરમા સી. આર. પાટીલના આગમન પહેલા વિરોધ પ્રદર્શન : ક્ષત્રિય સમાજના યુવાનોની અટકાયત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૨ :    જામનગરમા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તથા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાના નિવેદન સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.

      શહેરના ઓશવાલ સેન્ટર પર આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપે તે પહેલા વિરોધ કરવામાં આવ્યો હતો

    ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

વિરોધ કરવા આવેલ યુવાઓની અટકાયત કરવામાં આવી હતી.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

 

(6:15 PM IST)