News of Friday, 12th April 2024
મોરબી-કચ્છના સાંસદ વિનોદ ચાવડા ૧૬મીએ ભુજમાં ફોર્મ ભરશે : સી.આર.પાટીલની હાજરીમાં રોડ શો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : લોકસભાની ચુંટણીના ફોર્મ આજથી ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ભાજપના લોકસભાના મોરબી કચ્છના ઉમેદવાર વિનોદ ચાવડા ૧૬ મીએ ભુજમાં ફોર્મ ભરશે.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં બપોરે ૧૨.૩૯ ના વિજય મુહૂર્તમાં રોડ શો સાથે ફોર્મ ભર્યા બાદ લેઉવા પટેલ હોસ્પિટલ સામેના ગ્રાઉન્ડમાં જાહેર સભા યોજશે.ᅠ
આ પ્રસંગે મોરબી અને કચ્છ જિલ્લાના ભાજપ સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકરો જોડાશે.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
