<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

ગોૈરક્ષા ગોૈ સંવર્ધન ગોપાલન ગોૈકૃષિએ આજના સમયની જરૂરિયાતઃ સ્‍વામી શિવાનંદ

પોરબંદરમાં આર્ય સમાજના ૧૫૦માં સ્‍થાપનાદિને ત્રિ-દિવસીય કાર્યક્રમો યોજાયા :યુવા પેઢી વૈદિક સંસ્‍કૃતિ આર્ય પરંપરાના પ્રચાર માટે આગળ આવેઃ સ્‍વામી દેવાનંદ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૨: ગોૈરક્ષા, ગોૈ સવર્ધન, ગોપાલન, ગોૈકૃષિ, વર્તમાન સમયની તાતી જરૂરીયાત છે તેમ સ્‍વામી શિવાનંદે આર્યસમાજના ૧૫૦ માં સ્‍થાપના દિન નિમિતે ત્રિ-દિવસીય કાર્યક્રમમાં જણાવ્‍યું હતું.

વૈદિક સંસ્‍કળતિના પ્રચાર- પ્રસાર માટે પોરબંદરમાં આઠ દાયકાઓથી અનેકવિધ પ્રવળતિઓમાં અગ્રેસર એવા પોરબંદરં આર્યસમાજ ખાતે તાજેતરમાં ત્રિ-દિવસીય વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. માનવમાત્રનો સર્વાંગી વિકાસની પવિત્ર ભાવનાથી યુગ પ્રવર્તક મહર્ષિ દયાનંદ સરસ્‍વતીએ ઇ.સ. ૧૮૭૫ના રોજ મુંબઈમાં આર્યસમાજ જેવી મહાન સંસ્‍થાની સ્‍થાપના કરી હતી પાછલા ૧૪૯ વર્ષમાં આર્યસમાજે સામાજીક, રાષ્‍ટ્રીય અને આધ્‍યાત્‍મિક ચેતના જગાવવાનું ભગીરથ કાર્ય કરેલ છે જેનાથી પ્રત્‍યેક બુદ્ધિશાળી વ્‍યક્‍તિ પરિચિત છે.

આર્યસમાજની સ્‍થાપનાને ૧૫૦ વર્ષ પુરા કરીને ૧૫૧ વર્ષમાં મંગળ પ્રવેશ કરતાં પોરબંદરનો આર્યસમાજ ખાતે સ્‍થાપના દિવસની ઉજવણી નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. પ્રારંભમાં આર્યસમાજનાં પ્રમુખશ્રી ધનજીભાઈ આર્યએ સમગ્ર દેશ મહર્ષિ દયાનંદ સરસ્‍વતીની ૨૦૦મી જન્‍મ જયંતિની ઉજવણી કરી રહ્યો છે ત્‍યારે તેના ભાગરૂપે આર્યસમાજની સ્‍થાપના મહર્ષિ દયાનંદ સરસ્‍વતીનીએ સને ઇ.સ.૧૮૭૫માં કરી હતી, આથી આ આર્યસમાજની સ્‍થાપનાને ૧૫૦ વર્ષ થતાં તેની ઉજવણી કરાઇ રહી છે તેમ જણાવી સૌ મહનુભાવોને શબ્‍દકુમકુમ વડે આવકાર્યા હતા.

આર્યસમાજનો ૧૫૦માં સ્‍થાપના દિવસ સમારોહમાં મુખ્‍ય વક્‍તા તરીકે ઉપસ્‍થિત રહેલા આર્યસમાજ મંદિર દાદરી(નોઇડા) ઉત્તરપ્રદેશના ગૌરક્ષક સ્‍વામી શિવાનંદ સરસ્‍વતીએ ઉદ્વબોધન કરતાં જણાવ્‍યું હતું કે, વિદુરનીતિમાં પાંચ વસ્‍તુની રક્ષા કરવા આપણો ધર્મ ગણાવ્‍યો છે જેમાં આત્‍મ રક્ષા, દેશની રક્ષા, ધર્મની રક્ષા, બહેનોની રક્ષા અને ગૌ માતાની રક્ષા છે. આઝાદી પૂર્વે આઝાદી પછીની ગૌરક્ષા અંગેની વિસ્‍તળત છણાવટ કરી હતી. ગૌરક્ષા, ગોપાલન, ગૌસંવર્ધન, ગૌઆધારિત કળષિ,પર્યાવરણ, આરોગ્‍ય રક્ષા વર્તમાન સમયની તાતી જરૂરિયાત ગણાવી હતી.

રાજસ્‍થાનથી ઉપસ્‍થિત રહેલા સ્‍વામી દેવાનંદ સરસ્‍વતીજીએ પ્રાસંગિક પ્રવચનમાં મહર્ષિ દયાનંદ સરસ્‍વતીનાં વિચારોએ દેશભક્‍તિ, નશા મુક્‍તિ, શિક્ષણ સેવાનું મહાન કાર્ય કરીને દેશના વિકાસમાં મોટું યોગદાન આપ્‍યું છે. મુંબઇની આર્યસમાજએ વિશ્વ કલ્‍યાણની સંસ્‍થા છે આથી યુવા પેઢી વૈદિક સંસ્‍કળતિ આર્ય પરંપરાનો પ્રચાર-પ્રસાર માટે આગળ આવવા આહ્વાન કર્યું હતું. 

આર્યસમાજના સ્‍થાપના દિન નિમિતે દેશમાં શાંતિ, સમળદ્ધિ માટે ત્રિ-દિવસીય બળહદયજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું પ્રથમ દિવસે આર્યસમાજનાં પ્રમુખશ્રી ધનજીભાઇ આર્યનો યજમાન પદે યોજાયેલા આ યજ્ઞમાં સુરેશભાઇ જુગી, હીરાલાલ ખોરાવા, ડો.રવિભાઇ સુરાણી બીજા દિવસે આર્યસમાજનાં મંત્રીશ્રી ક્રાંતિલાલ જુંગીવાલાની યજમાન પદે સર્વ શ્રી દિલીપભાઇ જુગી, ગગનભાઇ કુહાડા, કિશોરભાઇ બરિદુન, ત્રીજા દિવસે હરનારાયણસિંહનો યજમાન પદે યોજાયેલ યનમાં રવિભાઇ સિંધવ, કાંતિભાઇ મોદી, ઉપસ્‍થિત રહ્યા હતાં. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં પંડિત ઋષિરાજ આર્ય અને તેની સંગીતની ટીમ સાથે સાંસ્‍કળતિક જીવનને ઉદ્દગામી બનાવવાનો ઉપદેશ આપી ભજનો પ્રસ્‍તુત કરી સૌને મંત્રમુગ્‍ધ બનાવ્‍યા હતાં.

ખારવા સમાજની દીકરીઓ માટે નિઃશુલ્‍ક આર્યસમાજ લગ્નવિધિનો પ્રારંભ કરનાર અને પોરબંદર પાયોનિયર અને રોટરી કલ્‍બનાં પ્રમુખશ્રી પ્રવિણભાઇ ખોરાવાની શહેરમાં વિવિધ કલ્‍યાણકારી સેવાની કદરરૂપે આર્યસમાજનાં ગૌરક્ષક સ્‍વામી શિવાનંદ સરસ્‍વતિના હસ્‍તે ઉષ્‍માવષા અને દયાનંદ સરસ્‍વતિનાં પુસ્‍તકો એનાયત કરી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતાં.

મુખ્‍ય મહેમાન પદે જામનગર, સૌરાષ્‍ટ્ર આર્ય પ્રાદેશિક સભાના પ્રમુખશ્રી દીપકભાઇ જે. ઠક્કર, મંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મહેતા, તેમજ અતિથિ વિશેષ તરીકે ડો. વી.આર. ગોઢાણીયા બી.એડ કોલેજનાં ડાયરેક્‍ટર અને કેળવણીકાર ડો. એ.આર.ભરડા, પોરબંદર પી.જી.વી.સી.એલ.ના નિવળત એન્‍જીનિયર શ્રી આર. બી. ગોહેલ, પોરબંદર ડિફેન્‍સ કાઉન્‍સીલની સરકારી વકીલ નટવરલાલ જંગી આર્યસમાજ ઔષધાલયનો વૈદ ડો. છોટુભાઈ સુરાણી, ઓમકાર આરોગ્‍યાલયનાં ડો.રવિભાઇ સુરાણી, ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળનાં સેક્રેટરીશ્રી કમલેશભાઇ ખોખરી, સીવીલ એન્‍જીનીયરશ્રી સંજયભાઇ બાદરશાહી સહિત અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતાં.

કાર્યક્રમનું સંચાલન આર્યસમાજનાં પ્રમુખશ્રી ધનજીભાઇ આર્યએ સંભાળ્‍યું હતું જ્‍યારે આભારવિધિ આર્યસમાજનાં મંત્રીશ્રી કાંતિલાલ જુગીવાલાએ કરી હતી. આ કાર્યક્રમાં ડો.મુકેશભાઇ વ્‍યાસ, ધ્રાંગધ્રાનો આર્યસમાજ પ્રમુખશ્રી ભરતભાઇ સોનેગ્રા અને તેની કારોબારી સમિતિ, ખાગેશ્રીના અમળતલાલ ઓધવજીભાઇ દાવડા અને  તુલસીભાઇ, બાલુભાઇ ભુતિયા-ખાભોદર,  અરૂણભાઇ-ઉપલેટા, શ્રી વામજાભાઈ અને પાલભાઈ-ધોરાજી, મોહનભાઇ પરમાર-કલાણા, પી.વી.ગોહેલ- નિવળત પ્રિન્‍સીપાલ, સીવીલ વિભાગ-પોલિટેકનીક કોલેજ, કરી સુનીલભાઈ ડી. ગોહેલ,પુર્વ પ્રમુખ-નગરપાલિકા,ભરતભાઇ પી. મોદી,પુર્વ કાઉન્‍સીલર-નગરપાલિકા, વિરજીભાઇ પરમાર, દિલીપભાઈ પોસ્‍તરીયા અને પ્રવિણભાઇ જુગી- લો કોલેજ, સેવાકર્મી રમેશભાઇ દવે, રવિભાઇ સિંધવ, પ્રભુભાઇ ગજ્જર. આર્યસમાજનાં હોદ્દેદારો સુરેશભાઇ જુંગી, નાથાલાલ લોઢારી,  દિલીપભાઇ જુંગી, ગગનભાઇ કુહાડા તથા આર્યવિરો સહિતન હોદ્દેદારોએ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

 

(6:19 PM IST)