<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

જામનગરમા સી.આર.પાટીલની અધ્‍યક્ષતામા વિશાળ બુથ સંમેલન

પૂનમબેન માડમ સહિત ભાજપના નેતાઓ પેજ સમિતિ અને બુથ સમિતિના ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨: ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલનું આજે બપોરે જામનગરમાં આગમન થયું હતું જામનગરના ઓસવાલ સેન્‍ટરમાં વિશાળ બુથ સંમેલનમાં કાર્યકર્તાઓને સાંસદ પૂનમબેન માડમને જંગી બહુમતી થી જીતાડવા માટે  અપીલ કરી હતી જામનગર જિલ્લા અને દેવભૂમિ જિલ્લાના કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

  જામનગરના ઓશવાળ સેન્‍ટર ખાતે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલ અને સાંસદ તથા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ સહિત ભાજપના નેતાઓ  ઉપસ્‍થિતમાં પેજ સમિતિ અને બુથ સમિતિના ભાજપના કાર્યકર્તાઓ માટે અગત્‍યની બેઠક યોજવામાં આવી હતી.( તસવીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

 

(6:20 PM IST)