<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th April 2024

હળવદનાં કડીયાણા પાસે ૪ બહેનના એકના એક ભાઇની કેનાલમાં મોતની છલાંગ

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૧૩: હળવદ તાલુકાના ટીકર રણ ગામે રહેતા રોહિતભાઈ કરશનભાઈ સીતાપરા ઉંમર વર્ષ ૨૯ નામનો યુવાન માટેલ નજીક આવેલ સીરામીકના કારખાનામાં નોકરી કરતો હતો ગઈકાલે માટેલથી ટીકર આવા માટે નીકળ્‍યા બાદ કડીયાણા નજીકથી પસાર થતી મોરબી બ્રાન્‍ચની નર્મદા કેનાલ કાંઠે બાઈક મોબાઈલ અને મિસ યુ મમ્‍મી પપ્‍પા લખેલી ચીઠી મૂકી કેનાલમાં ઝંપલાવ્‍યું હતુ.

જોકે આ બનાવની જાણ આજુબાજુના લોકોને થતા તેઓ તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા અને યુવાનને બચાવવા માટેના પ્રયત્‍નો કર્યા હતા ત્‍યાં સુધીમાં નર્મદા કેનાલના પાણીમાં યુવાન ગરકાવ થઈ જતા સ્‍થાનિક તરવૈયાઓ દ્વારા ભારે શોધખોળ બાદ આજે વહેલી સવારે આ યુવાનનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્‍યો હતો.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ રોહિતે કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી સામે આવ્‍યું નથી જોકે આ યુવાન પરિવારમાં ચાર બહેનોનો એકના એક ભાઈ હોય પરિવારજનોમાં પણ કાળો કલ્‍પાન્‍ત છવાયો છે.

(11:10 AM IST)