<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th April 2024

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પપૈયાનો અન્નકૂટ

રાજકોટ તા.૧૩ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી  આજે  શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને  પપૈયાનો અન્નકૂટ      ધરાવી સવારે 05:30 કલાકે  મંગળા આરતી પૂજારી તથા  સવારે 07:00 કલાકે    શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા  કરવામાં આવી હતી.

જેના દર્શન આરતીનો લાભ  હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

(11:11 AM IST)