<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th April 2024

માવઠાની આગાહી વચ્‍ચે પવનના સૂસવાટાઃ આછા વાદળા છવાયા

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ગરમી બરકરાર

 

રાજકોટ, તા., ૧૩: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્‍યારે આજે સવારે પવનના સૂસવાટા  ફુંકાયા હતા અને આછા વાદળા છવાઇ ગયા હતા.

સર્વત્ર મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ગરમી બરકરાર છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : વાતાવરણ વાદળછાયું થઈ જતાં સોરઠમાં લઘુતમ તાપમાનનો પારો સ્‍થિર રહ્યો હતો. બીજી તરફ  ભેજનું પ્રમાણ વધતા બફારો વધ્‍યો હતો.  હિટવેવને બ્રેક લાગતા શુક્રવારે સવારે જૂનાગઢ શહેરનું લઘુતમ તાપમાન ૨૫.૩ ડિગ્રી રહ્યા બાદ શનીવારની સવારે લઘુતમ તાપમાનનો પારો સ્‍થિર રહીને ૨૪.૪ ડિગ્રી નોંધાયું હતું જ્‍યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૦ ટકા થઈ જતાં બફારો વધ્‍યો હતો.

બીજી તરફ ૧૦ એપ્રિલ બુધવારના રોજ સિઝનનું સૌથી ઊંચું ૪૦.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું પરંતુ આ પછી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો શરૂ થતા શુક્રવારે પારો નીચે ઉતરીને ૩૭.૯ ડિગ્રીએ આવી ગયો હતો.  સોરઠનાં મહતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે ત્‍યારે જૂનાગઢ કળષિ યુનિવર્સિટીને હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્‍યું હતું કે, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર જિલ્લામાં તા. ૧૩ થી ૧૭ એપ્રિલ ૫ દિવસ દરમિયાન મુખ્‍યત્‍વે આકાશ ચોખ્‍ખું થી  અંશત વાદળછાયું રહેશે. આ ૫ દિવસ દરમિયાન વરસાદની શકયતા નહિવત છે. પ્રતિ કલાકે પવનની ઝડપ ૧૫ થી ૧૭ કિલોમીટર રહેવાની શકયતા રહેવાની શકયતા છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન ૩૮ થી ૩૯ ડિગ્રી સેન્‍ટિગ્રેડ રહેશે. જ્‍યારે લઘુતમ તાપમાન ૨૩ થી ૨૫ ડિગ્રી સેન્‍ટિગ્રેડ રહેવાની સંભાવના છે

(4:42 PM IST)