<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th April 2024

જામનગરના સચાણા પાસે અકસ્માતમાં ૪ ના મોતથી અરેરાટી

 

જામનગરના જોડિયા તરફ જતા હાઈવે પર સચાણા નજીક કાર અને ટ્રક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો છે ત્રણ લોકોના મોત થયા છે જ્‍યારે એક વ્‍યક્‍તિ ઇજાગ્રસ્‍ત થયો છે. આ ઘટનાને લઈને ૧૦૮ અને પોલીસનો કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો છે. (તસવીરઃ કિંજલ કારસરીયા જામનગર)

 

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૩ :ગઈકાલે જામનગરના સચાણા ખાતે થયેલ અકસ્માતમાં ઘાયલ થયેલ યુવાન રાહુલ લીબડનું આજે સારવાર દરમિયાન મૃત્યુ થતા  મૃત્યુ આંક ૪ થયો છે.

 

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર-જોડિયા હાઈવે પર સચાણા ગામ નજીકથી આઈ-ટેન કાર (નંબર ઞ્થ્-૧૦-ગ્ય્- ૩૨૦૧) પસાર થઈ રહી હતી. આ સમયે સામેથી પુરપાટ આવી રહેલ કચ્છ જિલ્લાની અનુ ટ્રાન્સપોર્ટ કંપનીની ટ્રક (નંબર ઞ્થ્-૧૨-ગ્સ્-૩૦૭૧) ધડાકાભેર કાર સાથે અથડાઈ હતી. આ ટક્કર ઍટલી જોરદાર હતી, કારનું પડીકું વળી ગયું હતુ.

આ અકસ્માતમાં કારમાં સવાર ૪ પૈકી ૩ જણાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ઍક યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતમાં કાર અડધી ટ્રકની અંદર ઘૂસી ગઈ હતી. જેથી કારમાં સવાર લોકો નીકળી શકે તેમ ના હોવાથી જામનગર મનપાની ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. જેણે થ્ઘ્ગ્ની મદદથી કારને બહાર ખેંચી હતી, જે બાદ કારના પતરા કાપીને બંને યુવાનોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં પંચકોશી ઍ-ડિવિઝન પોલીસ મથકનો કાફલો તેમજ ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જેણે મૃતદેહોનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. જ્યારે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડ્યો છે.

કારના નંબરના આધારે હાથ ધરેલી તપાસના અંતે મૃતકોની ઓળખ વિશાલ સરવૈયા (૩૫), સાહિલ લીંબડ (૧૯) અને રોહિત (૧૯) તરીકે થઈ છે. જ્યારે રાહુલ લીંબડ (૨૨)ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:55 PM IST)