તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 13th April 2024
માળીયા મિંયાણાના પોક્સોના ગુન્હામાં વોન્ટેડ આરોપી પકડાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૩ : માળીયા મિયાણાના પોકસોના ગુન્હામાં ચાર માસથી ફરાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.
માળીયા મિયાણા તાલુકાના પોકસો અને અપહરણના ગુન્હામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા આરોપી મહેશ મોહનભાઇ ભંખોડિયા ઉ.૨૪ રહે.ચાચાવદરડા તા.માળીયા મિયાણા વાળાને મોરબી સર્કલ પોલીસ ઇસ્પેક્ટરની ટીમે રાજકોટના મેટોડા ખાતે આવેલ કારખાનામાંથી ઝડપી લઈ માળીયા પોલીસને હવાલે કર્યો હતો.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
