<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th April 2024

જસદણ શ્રીનાથજી હવેલીમાં ભવ્‍યતાથી યમુનાજીનો પ્રાગટય મહોત્‍સવ ઉજવાશે

સપ્‍તમ પિઠાધીશ્વર શ્રી વ્રજેશકુમારજી મહારાજની ઉપસ્‍થિતીમાં : અનિરૂધ્‍ધ લાલજી મહોદય તથા ગોસ્‍વામી રસરાજકુમાર મહોદય પણ આવશે

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧૩: સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણનીᅠ શ્રીનાથજી હવેલીના પ્રમુખ કિરીટભાઈ સી. પટેલ, ઉપપ્રમુખ કમલેશભાઈ એન. ચોલેરા, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ એમ. બાબરીયા,ᅠ ટ્રસ્‍ટી ભરતભાઈ કે. જનાણી,ᅠ ટ્રસ્‍ટી ભરતભાઈ કે. ધારૈયા,ᅠ ટ્રસ્‍ટી બટુકભાઈ એમ. તન્ના,ᅠ ટ્રસ્‍ટી હસુભાઈ કે. ગાંધી, ટ્રસ્‍ટી અશોકભાઈ કે. મહેતા,ᅠ મંત્રી ધર્મેશભાઈ એન.ᅠ કલ્‍યાણી, સહમંત્રી નિલેશભાઈ એન.ᅠ રાઠોડ,ᅠ સહમંત્રી સાગરભાઇ એમ. દોશી, ખજાનચી ચંદુભાઈ સી. વડોદરીયા,ᅠ કિશોરભાઈ ગઢવી સહિતના હોદ્દેદારોની યાદીમાં જણાવ્‍યા મુજબ તા. ૧૪-૪ ને રવિવારનાં રોજᅠ શ્રીનાથજી હવેલી જસદણ ખાતેᅠ સપ્તમ પિઠાધીશ્વર ગો. ૧૦૮ᅠ શ્રી વ્રજેશકુમારજી મહારાજ, સપ્તમપીઠ યુવરાજ ગો. શ્રી અનિરુદ્ધ લાલજી મહોદય તથા ગોસ્‍વામી શ્રી રસરાજકુમાર મહોદયની ઉપસ્‍થિતિમાં હવેલી ટ્રસ્‍ટમાં ચાલતા શ્રી હીરાબેન ચંદુલાલ પટેલ યમુનાજી પ્રાગટ્‍ય મહોત્‍સવ ફંડના ઉપક્રમે શ્રી યમુના મહારાણીજીનો પ્રાગટ્‍ય મહોત્‍સવ ભવ્‍યતાથી ઉજવવામાં આવશે. સવારે ૧૦-૩૦ કલાકે હવેલી ખાતે વલ્લભ કુળના મહારાજશ્રીનુંᅠ આગમન અને ભવ્‍ય સ્‍વાગત થયા બાદ ૧૧ᅠ કલાકે પૂજય મહારાજશ્રીના વચનામૃત યોજાશે.

૧૨ᅠ કલાકે નંદ મહોત્‍સવ, રાજભોગ દર્શન, આરતી પૂજય મહારાજશ્રીના હસ્‍તે યોજાશે. ૧૨-૩૦ᅠ કલાકે વૈષ્‍ણવો મહારાજશ્રી ચરણસ્‍પર્શ કરશે. ત્‍યાર બાદᅠ

૧ કલાકે હવેલીના નોંધાયેલા આમંત્રિત સભ્‍યો માટે મહાપ્રસાદ યોજાશે. સાંજે ૫ કલાકે હવેલીમાં ચાલતા યમુના મહિલા મંડળના બહેનો દ્વારા યમુનાષ્ટકના પાઠ તેમજ સત્‍સંગ યોજાશે. હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલે વધુમાં જણાવ્‍યું હતું કેᅠ સપ્તમ પિઠાધીશ્વર ગો. ૧૦૮ શ્રી વ્રજેશકુમારજી મહારાજ, સપ્તમ પીઠ યુવરાજ ગો. શ્રી અનિરુદ્ધ લાલજી મહોદય તથા ગોસ્‍વામી શ્રી રસરાજકુમાર મહોદય જસદણમાં સૌ પ્રથમ વખત આવતા હોવાથી વૈષ્‍ણવોમાં ખૂબ જ ઉત્‍સાહ ફેલાયેલો છે. આ ભવ્‍ય અને દિવ્‍ય કાર્યક્રમ માટે વૈષ્‍ણવો દ્વારા તૈયારી ચાલી રહી છે.

(4:38 PM IST)