<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th April 2024

ગોંડલ અને મહારાષ્‍ટ્રમાં બે ટ્રેકટરની ચોરી કરનાર ત્રિપુટીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો

તસ્‍વીરમાં ટ્રેકટર ચોરી કરનાર ત્રિપુટી અને ચોરાઉ ટ્રેકટર નજરે પડે છે.

રાજકોટ તા. ૧૩ :.. ગોંડલ અને મહારાષ્‍ટ્રના નંદુબાર જીલ્લામાંથી બે ટ્રેકટરની ચોરી કરનાર ત્રિપુટીને રૂરલ એલસીબીએ ઝડપી લીધી હતી.

જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ જણશોધાયેલ મીલ્‍કત વિરૂધ્‍ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચના આપતા એલ. સી. બી. રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇ. વી. વી. ઓડેદરા, પો. સબ. ઇ. એચ. સી. ગોહીલ તથા ડી. જી. બડવાની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્‍ટાફને મળેલ ખાનગી બાતમીદારો મારફતે મળેલ હકિકત આધારે ગોંડલ ભગવતપરા ધારેશ્વર રોડ વાછરા ચોકડીએથી ચોરીના બે ટ્રેકટર સાથે (૧) જગદીશ વિઠલભાઇ લીલા રહે. મુ. રાજપરા બ્રહ્માણી પાર્ક તા. કોટડા સાંગાણી (ર) સતાર હમીરભાઇ નકાણી રહે. મુ. રૂપાવટી જુમ્‍મા-મસ્‍જીદ પાસે તા. ગોંડલ ત્‍થા (૩) રઘુનાથ ઉર્ફે રઘુભાઇ બળવંતભાઇ ચૌહાણ રહે. હાલ ભગવતપરા કંટોલીયા રોડ, મુળ. જયપુરા તા. હાલોલને ઝડપી લીધા હતાં.

પકડાયેલ ત્રિુપટી પૈકી જગદીશ વિઠલભાઇ લીલા રહે. મુ. રાજપરા વાળાએ આશરે બે વર્ષ પહેલા મહારાષ્‍ટ્ર રાજયના નંદુબાર જીલ્લાના સાહદા શહેરમાં મલુની વિસ્‍તારમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે.

તેમજ (ર) ગઇ તા. ૬-૪ ના રોજ ગોંડલ રૂપાવટી ચોકડીથી આગળ રૂપાવટી જવાના રસ્‍તેથી એક વાડીએથી મહીન્‍દ્રા કંપનીના બી ર૭પ ડીઆઇ મોડલના લાલ કલરના ટ્રેકટરની ત્રણેય આરોપીઓએ મળી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે.આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના એ. એસ. આઇ. બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, બ્રીજરાજસિંહ જાડેજા, પો. હેડ કો. અનીલભાઇ ગુજરાતી, દિગ્‍વીજયસિંહ રાઠોડ, વાઘાભાઇ આલ, રસીકભાઇ જમોડ, ઘનશ્‍યામસિંહ જાડેજા, પો. કો. મહીપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઇ મકવાણા, તેમજ એ. ડીવી. પો. સ્‍ટે. ગોંડલ શહેર ટીમ પો. ઇ. એ. સી. ડામોર, એ. એસ. આઇ. એસ. એ. વાઘેલા, નરેન્‍દ્રભાઇ બાબરીયા, પો. કો. ભાવેશભાઇ છાસીયા તથા રણજીતભાઇ બોરડ જોડાયા હતાં.

(4:40 PM IST)