<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th April 2024

જેનીબેન ઠુમ્‍મર ઉમેદવારી ફોર્મ રજુ કરશે

અમરેલી, તા.૧૫: અમરેલી જિલ્લા લોકસભાના શિક્ષત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્‍મર આગામી ચૈત્રી નવરાત્રીના ૮માં નોરતે તા.૧૬ મંગળવારના રોજ બપોરે ૧રઃ૩૯ મિનીટે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ફોર્મ રજુ કરશે આ અગાઉ સવારે ૯:૩૦ કલાકે અમરેલી કુકાવાવ રોડ પર આવેલ વી.કે.ફાર્મ પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓનું સ્‍નેહ મિલન યોજાશે અને બાદમાં વિશાળ સંખ્‍યામાં જેનીબેન ઠુમ્‍મરના સમર્થનમાં ઉપસ્‍થિત રહી અને ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવશે.

આ તકે પ્રદેશ કોંગ્રેસના આગેવાનોમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ ઙ્કમુખ સિઘ્‍ધાર્થભાઈ પટેલ,જગદીશભાઈ ઠાકોર,પૂર્વ ધારાસભ્‍ય પુંજાભાઈ વંશ, ઈન્‍દ્રવિજયસિંહ ગોહિલ, પરેશભાઈ ધાનાણી, હરપાલસિંહ ચૂડાસમા, અમીબેન યાજ્ઞિક, સહિત આમ આમ આદમી પાર્ટીના ગારીયાધારના ધારાસભ્‍ય સુધીરભાઈ વાઘાણી, પૂર્વ ધારાસભ્‍ય ઠકારશીભાઈ મેતલીયા, ડો.કનુભાઈ કળસરીયા, મેહુલભાઈ લવતુકા, કનુભાઈ બારૈયા, પી.એમ.ખેની સાહેબ, બી.એમ.માંગુકીયા, ચંદ્રેશભાઈ રવાણી, ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્‍દ્રસિંહ ગોહિલ, પ્રવિણભાઈ પૂર્વ પ્રમુખ, પૂર્વ ધારાસભ્‍ય દિલીપસિંહ ગોહિલ, કનુભાઈ બારૈયા (ભાવનગર) ,પૂર્વ પ્રમુખ ઝવેરભાઇ ભાલીયા, મહિલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન સોંડાગર, જિલ્લા પંચાયત વિરોધપક્ષ નેતા જે.ડી.કાછડ, રાજભાઈ મહેતા મહુવા, પ્રદેશ અગ્રણી ગીરીરાજ સિંહ ગોહિલ, અજીતસિંહ ગોહિલ, મુર્તુઝાખાન પઠાણ, વજીરખાન પઠાણ, સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત પૂર્વ પ્રમુખ ડી.કે.રૈયાણી,એ.ટી.સોસા, પંકજભાઈ કાનાબાર, શંભુભાઈ દેસાઈ, ટીકુભાઈ વરૂ, ભરતભાઈ હપાણી, આમ આદમી પાર્ટીના કાંતિભાઈ સતાસીયા, જેરામભાઈ સોહલીયા, ભરતભાઈ બલદાણીયા-રાજુલા, સહિત જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંગઠનની આગેવાનો કાર્યકરો અને નગરપાલિકા તાલુકાપંચાયત  પૂર્વ પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા સદસ્‍યો, પૂર્વ સદસ્‍યશ્રીઓ વિવિધ સહકારી યુવક કોંગ્રેસ મહિલા કોંગ્રેસ સેવાદળ એન સી યુ આઈ કિસાનસેલ લઘુમતી સેલ,એસ.સી.,એસ.ટી.સેલ  સહિત વિશાળ સંખ્‍યામાં ઈન્‍ડીયા ગઠબંધનના આગેવાનો અને કાર્યકરો ઉપસ્‍થિત રહેશે

(11:33 AM IST)