<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th April 2024

વાંકાનેરમાં મીરૂમીંયા બાવાનો ઉર્ષ ઉજવાશે

પીર સૈયદ મીર સાહેબ બાવા (રહે.)ના ચાલીસમાની કુર્આન ખ્‍વાની ફાતીહા ખ્‍વાની તથા શાઇર એહમદ બાવા સાહેબને ગાદીએ બેસાડવાનો કાર્યક્રમ કાલે

વાંકાનેર તા. ૧પ :.. વાંકાનેર ખાતે પીર સૈયદ મીરૂમીંયા બાવા (રહે. ) ના મંગળવારે વાર્ષિક ઉર્ષ છે. વિતેલી તા. ર૬-૧૦-ર૦૧૯ ના રોજ હઝરત સૈયદ પીર હશન કબીરૂદીન કુફ શિકન (રહે.)ના ઉર્ષના મોકા પર ખાનકાહે હુસૈની વાંકાનેર ખાતે પીર સૈયદ શાઇર એહમદ તથા સૈયદ શકીલ એહમદ પીરઝાદાને ચિશ્‍તીયા સિલસીલાની ખીલાફત કરીને બન્ને ને ખલીફા જાહેર કર્યા હતાં.

હઝરત પીર સૈયદ ખુરશીદ હૈદર અબ્‍દુલ મુતલીબ ઉર્ફે મીર સાહેબના તા. ૯-૩-ર૦ર૪ ના રોજ અવસાન (વિશાલ) બાદ તેમના ચહેલુમ અને સજજાદાનશીન શાઇર એહમદ બાવા દસ્‍તાર બંદીની રસમ તથા મીરૂમીંયા બાવાના ઉર્ષ પ્રસંગે નીચે મુજબ કાર્યક્રમો જાહેર કરાયા છે. તા. ૧૬-૪-ર૪ ને મંગળવારે પીર સાહેબ મીર સાહેબ (રહે.)ના ચાલીસમાની કુર્આન ખ્‍વાની ફાતીહાખ્‍વાની સવારે ૮ થી ૯-૩૦ વાગ્‍યા સુધી જયારે સૈયદ શાઇર એહમદ બાવાને ગાદી એ બેસાડવાનો કાર્યક્રમ સવારે ૧૦ થી ૧ર-૩૦ વાગ્‍યા સુધી રહેશે. બપોરે ૧ર-૩૦ વાગ્‍યે ચાલીસમાની ન્‍યાજ. સાંજે ૬ વાગ્‍યે ઉર્ષની આમ ન્‍યાઝ મૌલવી સાહેબની વાડી ખાતે અસરની નમાઝ બાદ શરૂ થશે.

જયારે ઇશાની નમાજ બાદ સંદલ શરીફની રસમ અદા થશ.ે તેમ એક યાદીમાં પૂર્વ ધારાસભ્‍ય મોહંમદ જાવેદ પીરઝાદા દ્વારા જણાવાયું છે.

(11:04 AM IST)