News of Monday, 15th April 2024
જામકંડોરણામાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી રેલી પુષ્પાજંલી

જામકંડોરણાઃ દલિત સમાજ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવીહ તી. આ ઉજવણી પ્રસંગે ભાદરના નાકાએ આવેલ ડો.આંબેડકરની પ્રતિમાને આગેવાનો તેમજ સમાજના લોકોએ પુષ્પાજંલી અર્પણ કરી હતી તેમજ ભાદરાના નાકાથી ડી.જે. સાથે વિશાળ ભવ્ય રેલી નીકળી હતી જે બસ સ્ટેશન થઇ ઇન્દીરાનગર ડો.આબેડકર ભવન ખાતે પૂર્ણ થઇ હતી આ રેલી પ્રસંગે ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ હાજરી આપી હતી અને ડો.બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી હતી રેલીમાં સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.(તસ્વીર.અહેવાલઃ મનસુખ બાલઘા, જામકંડોરણા)
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
