<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th April 2024

ચોટીલા ડુંગર પરિક્રમા માઁ ચામુંડાના ભાવિકોનાં શ્રધ્‍ધા સાથે ઘોડાપુર ઉમટયા

હજારો માઇભક્‍તોએ ૬ કિ.મી.ની પદયાત્રા સાથે પરિક્રમા કરી

(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૧૫: ચોટીલા ચામુંડા માતાજી ડુંગરની રવિવારનાં સવારે પરિક્રમા યોજાયેલ હતી.

ગુજરાત અને બહારનાં રાજયમાંથી હજારો માઇભક્‍તો ચોટીલા ખાતે ઉમટ્‍યાં હતા.

નવગ્રહ મંદિર ખાતે સૌરાષ્ટ્રના જાણીતા સંતો, મહંતો અને લોક કલાકારોની ઉપસ્‍થિતિમાં ધર્મસભા યોજાયેલ. દિપ પ્રાગટ્‍ય ધર્મદંડની પૂજા અર્ચના તેમજ માતાજીનાં જયકારા સાથે પરિક્રમાર્થીઓ ને રવાના કરાયા હતા. હજારો પદયાત્રીઓએ ડુંગર ફરતી સવા છ કીમી પદયાત્રા કરી પરિક્રમા પૂર્ણ કરી હતી પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્‍થાઓ દ્વારા માર્ગ પર ઠેર ઠેર ઠંડા પાણી, સરબત સહિતની સેવાઓ આપવામાં આવેલ.

નવરાત્રીનાં નવ દિવસ આવી યાત્રા યોજવી જોઈએ એક અલગ પ્રકારની શ્રધ્‍ધા ની અનુભૂતી થાય છે. પદયાત્રા થી મજા આવે છે તેવો ભાવ પદયાત્રીઓએ વ્‍યકત કર્યો હતો જોકે તંત્ર દ્વારા પદયાત્રાનાં રૂટમાં અનેક સ્‍થળોએ રસ્‍તાને ચાલી શકાય તેવો કરવાની જરૂરીયાત હોવાનું તેમજ એક સાથે હજારો માઇ ભક્‍તો ની પદયાત્રા જુનાગઢ ની જેમ સુપેરા આયોજન સાથે યોજાય અને સ્‍થાનિક વહિવટી તંત્રે પણ સહભાગી બની આ પરિક્રમાને બહોળા ફલક ઉપર લઈ જવાની દિશામાં પ્રયાસ કરવા જોઈએ

(11:08 AM IST)