<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th April 2024

માધવપુરના લોકમેળાનું આવતીકાલે સાંજે આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે ઉદ્‌ઘાટન

રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન પદે ઉપસ્‍થિત રહેશે : પોરબંદરમાં રાત્રી રોકાણ કરીને બીજે દિવસે ગાંધીનગર જવા પ્રસ્‍થાન કરશે

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૬ : આવતીકાલથી શરૂ થનાર માધવપુરના રાષ્‍ટ્રીય લોકમેળામાં રાજ્‍યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પધારીને લોકમેળામાં સાંજે સાંસ્‍કૃતિક કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કરશે.

માધવપુર ઘેડના મેળાનું આયોજન તા. ૧૭ થી ૨૧ દરમિયાન થયેલ છે. આ મેળાના સાંસ્‍કૃતિક કાર્યક્રમનું ઉદઘાટન રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરીમામય ઉપસ્‍થિતિ વચ્‍ચે થશે. રાજયપાલ શ્રીના તા.૧૭ના રોજ સાંજે ૬ વાગ્‍યા આસપાસ માધવપુર ઘેડ હેલીપેડ ખાતે આગમન થશે. ત્‍યારબાદ મેળા ગ્રાઉન્‍ડ ખાતે સાંજે ૬.૩૦ થી ૭.૩૦ સુધી સ્‍ટેજ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન પદે ઉપસ્‍થિત રહેશે. રાજયપાલ શ્રી તા. ૧૭ ના રોજ પોરબંદર ખાતે રાત્રી રોકાણ કરી તા. ૧૮ ના રોજ સવારે ગાંધીનગર જવા પ્રસ્‍થાન કરશે

 

(12:25 PM IST)