News of Tuesday, 16th April 2024
વાંકાનેર શ્રી ગાયત્રી શકિતપીઠમાં પાંચ દિવસીય શ્રીમદ ભાગવત પંચામૃત રાત્રી કથા
મા-બાપને ભુલશો નહી, દિકરી વ્હાલનો દરિયો ફેઇમ અશ્વિનભાઇ જોશી કથાનું રસપાન કરાવશે

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૧૬ : વાંકાનેર ખાતે આવેલ શ્રી મહાકાળી તળેટીની ગોદમાં આવેલ પ્રસિધ્ધ શ્રી ગાયત્રી શકિતપીઠની સ્થાપના વર્ષ ૧૮-૪-૧૯૯રમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાંઅ ાવેલહ તી. જે આગામી તા.૧૮-૪-ર૦ર૪ના રોજ ૩ર વર્ષ પુર્ણ થતાં ૩રમાં વર્ષમાં પાટોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જે પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે તથા ગૌશાળાના લાભાર્થે આગામી તા.૧૬-૪ થી ર૦-૪ પાંચ દિવસીય શ્રીમદ ભાગવત પંચામત (રાત્રી કથા)નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં વ્યાસાસને પ્રખર શાસત્રી શ્રી અશ્વિનભાઇ જોષીના મુખેથી મા-બાપને ભુલશો નહી દિકરી વ્હાલનો દરિયો ફેઇમ સંભાવનો વાંકાનેરની ધર્મપ્રેમી જનતા મળમી રહયો છે. તો તમામ ભાવિક ભકતજનોને આ કથાનું રસપાન કરવા પધારવા તથા યજમાન બનવા મંદિરના મહંત શ્રી અશ્વિનબાપુ રાવલ દ્વારા જાહેર જનતાને નિમંત્રણ પાઠવતા યાદીમા઼ જણાવ્યું છે. જેમાં કથાનો સમય રાત્રીના ૯ થી ૧ર રહેશે.
આ ઉપરાંત શકિતપીઠની બાજુમાં કુરદતી સૌંદર્ય વચ્ચે આવેલ વાત્સલ્ય ભુવન ખાતે ધો.૧ થ્ી ૮ના બાળકો તેમજ પચાસેક જેટલા દિવ્યાંગ બાળકોને ઉચ્ચ શિક્ષકો દ્વારા અભ્યાસ કરવવામાં આવી રહયો છે. તેમજ બહેનો માટે શિવણ કલાસ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર કલાસીસ તથા વિશાળ ગૌ શાળા સહિત અનેકવિધ પ્રવૃતિ મહંત શ્રી અશ્વિનબાપુ રાવલની સીધી દેખરેખ હેઠળ ચલાવવામાં આવી રહી છે.
વાંકાનેર ગાયત્રી શકિતપીઠ દ્વારા ર૪-૭ કલાક એમ્બ્યુલન્સ સેવા તથા અંતિમક્રિયા માટે વૈકુંઠ રથની પણ સેવા આપી રહી છે.
જયારે શહેર ભરના વિવિધ વિસ્તારોમાંથી શિક્ષણના સિંચન માટે ઘેર ઘેરથી સંસ્થાના વાહન મારફત તેડવા મેલવાની પણ સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું અંતમાં મહંતશ્રી પુજય અશ્વિનબાપુ રાવલે જણાવ્યું હતું.
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
