News of Tuesday, 16th April 2024
મોરબી દેશના અર્થતંત્રને તાકાત આપનારૂ, ઉદ્યોગોના પ્રશ્નો માટે અડધી રાતે દરવાજો ખખડાવવાની છૂટઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના હોત તો દેશની હાલત પાકિસ્તાનથી પણ બદતર હોતઃ રૂપાલા
મોરબી રૂપાલાના સમર્થનમાં જન સેલાબ ઉમટયો. ૪ કિલોમીટર લાંબી ભવ્ય રેલી, ઐતિહાસિક સભા મોરબીમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પોતાની આગવી છટામાં સભા ગજાવી : સભાની વચ્ચે-વચ્ચે હાસ્યની છોડો પણ ઉડી

(પ્રવિણ વ્યાસ દ્વારા મોરબી તા ૧૬: મોરબીમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આજે પોતાના આગવા અંદાજમાં સભા ગજાવી હતી. જેમાં તેઓએ કહ્યું કે મોરબી દેશના અર્થતંત્રને તાકાત આપનારૂ મહત્વનું સેન્ટર છે. ઉદ્યોગોના પ્ર‘ો માટે અડધી રાતે દરવાજો ખખડાવવાની છૂટ છે.
મોરબીમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા શનાળા ખાતે શક્તિમાંના દર્શન કરી ઉમિયા સર્કલથી લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ સુધી યુવા ભાજપ આયોજિત રેલીમાં જોડાયા હતા. બાદમાં ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે સિરામિક એસોસિએશનની આગેવાનીમાં ઉદ્યોગકારો દ્વારા યોજાયેલ સભામાં તેઓએ હાજરી આપી હતી. આ સભામાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
સભામાં પરસોત્તમ રૂપાલાએ સંબોધનમાં જણાવ્યું કે ભારત ચાઇના સાથે હરીફાઈ કરી રહ્યું છે. તેમાં મોરબીના ઉદ્યોગો ચાઈનાને હંફાવી રહ્યા છે. ઉદ્યોગોના લીધે અનેક નાના માણસોના રસોડા ચાલે છે. એટલે ઉદ્યોગોના કોઈ પણ પ્ર‘ હશે અમારા દરવાજા અડધી રાતે પણ ખખડાવજો. વધુમાં તેઓએ જણાવ્યું કે અગાઉ સરપંચને ખાલી સરકારી નોટિસો જ મળતી હતી. પણ હવે સરપંચને પૈસા પણ મળે છે. વડાપ્રધાન મોદીએ એવી વ્યવસ્થા ગોઠવી કે સરપંચને કોઈની પાસે જવાની જરૂર નથી. કેન્દ્ર સરકારની તિજોરીમાંથી જ સીધા પૈસા મળે છે. હવેતો કયારેક ગામમાં કોઈ કામ હોય તો ધારાસભ્યને પણ સરપંચને ફોન કરી કહેવું પડે છે.
રૂપાલાએ કહ્યું કે ઘણા વિદેશી મીડિયાએ કહ્યું હતું કે ભારત ગીચ વસ્તી ધરાવતો દેશ છે. ત્યાં કોરોનાથી નહિ મરે એટલા ભૂખથી મરી જશે. પણ વડાપ્રધાન મોદીએ ૮૦ કરોડ લોકોની જઠરાગ્નિ ઠારવા માટે મફત અનાજ વિતરણ શરૂ કરાવ્યું. તેઓએ ઉમેર્યું કે ખેડૂતોને રૂ.૬૦૦૦ની સહાય શરૂ કરવામાં આવી ત્યારે ઘણા લોકો કહેતા હતા કે આટલા રૂપિયામાં શુ થાય. આજે એ સહાયનો કુલ આંકડો રૂ.૧.૮૦ લાખ કરોડે પહોંચી ગયો છે. ભૂતકાળમાં ૫૦ વર્ષ સુધી ખેડૂતોના દીકરાને ૮ કિમિ દૂર ખેતીની જમીન ન મળે તેવા કાયદા હતા. અત્યારે ગમે ત્યાં ઉદ્યોગ માટે જમીન ખરીદો અને તમામ સુવિધાઓ મેળવી શકાય છે.
રૂપાલાએ જનધન ખાતા વિશે જણાવ્યું કે વિશ્વમાં કયાંય એવી સુવિધા નથી કે ઝીરો બેલેન્સમાં ખાતું ખુલે. ભારતમાં આવા ૫૦ કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે. આપણું અર્થતંત્ર ૧૧માં નંબરે હતું. હવે પાંચમા નંબરે પહોંચી ગયું છે. જે ઇંગ્લેન્ડે આપણા ઉપર રાજ કર્યું હતું તેને પણ આપણે પાછળ છોડી દીધું છે. હવે મોદીજી કહે છે કે મારા ત્રીજા કાર્યકાળમાં ભારતને ત્રીજા નંબરે પહોંચાડી દઈશ. આખું વિશ્વ હવે માને છે કે મોદી જે કહે છે તે કરે છે. સિવાય કે ૭-૮ વ્યક્તિ માનતા નથી.
આ તકે તેમણે જણાવ્યું હતું કે, એક સમય હતો જયારે તત્કાલીન દેશના વડાપ્રધાને પોતે નિવેદન કર્યું હતું કે, સરકાર રૂપિયો મોકલે ઠેકાણે પહોંચતા પહોંચતા પંદર પૈસા થઈ જાય છે. આ નિવેદન વડાપ્રધાને કરવુ પડયું હતું, હા પણ ચારણીમાં કાના ષ હોય તો પાણી કયાંથી રે? મનમોહનસિંહ જેવા અર્થશાષાીએ નહોતો મળ્યો તેનો ઉકેલ જે નરેન્દ્ર ભાઈએ કરી બતાવ્યું.
આ સભામાં પરસોતમ રૂપાલાએ સભા ગજાવતા જણાવ્યું હતું કે ચાઈનાના કોઈ દેશ પડકારી શકતુ નથી અત્યારે ચાઈનાની હરીફાઈ ભારત તો કરે છે પણ મોરબી પણ હરીફાઈ કરે છે. અને સરકાર દ્વારા સિરામિક માટે કરેલ કામો વર્ણાવ્યા હતા. તેમજ વધુમા જણાવ્યુ હતુ કે ૨૦૧૪ માં ૫૦ બેન્ક આઈ.બી.આઇના ઓબજવરમા હતી અને બે લાખ કરોડના માઈન્સમા દેશની બેન્કો ચાલતી હતી અને જો ૨૦૧૪ મા નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન બન્યા હોત તો આ જે દેશની પરિસ્થિતિ પાકિસ્તાન કરતા ખરાબ હોત.
સાજે આ ચુંટણી પર દુનિયા આખીની નજર છે. એ કઈ ભાજપ કે કમળ જીતે માટે નથી, પણ દુનિયા પણ માને છે કે, નરેન્દ્ર મોદી જેવા નેતાની આજે દુનિયાને જરૂર છે.
મોહનભાઈ કુંડારિયા, કેશરીદેસિંહ ઝલા સહિતના આગેવાનોએ રૂપાલા સાહેબને ગુજરાતમાં સ્સૌથી વધુ લીડ અપાવવા અને મોદીજીના અબકી બાર ૪૦૦ કે પારના સિધ્ધ કરવા ૧૦૦ ટકા મતદાન કરવા હાકલ કરી હતી. સિરામિક પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા એ મોરબીથી મતદાન કરવા હજોરો મોટરકારનો કાફલો નીકળવાનો ટંકાર કર્યો હતો.
આ સભામાં સુરેન્દ્રનગર ઉમેદવાર ચંદુભાઈ શિહોરા, સાંસદ રામભાઈ મોકરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય કાંતિલાલ અમળતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઇ સોમાણી, જયંતિભાઈ પટેલ, જયંતીભાઈ કવાડિયા, મગનભાઈ વડાવીયા, કે.એસ. અમળતિયા, પ્રકાશભાઈ વરમોરા, સીરામીક એસોસિએશનના પ્રમુખો મુકેશ કુંડારિયા, કિરીટ પટેલ, હરેશ બોપલીયા, વિનોદ ભાડજા, નિલેશ જેતપરિયા, જીઆઇડીસી એસો. ના પ્રમુખ અમિત કસુન્દ્રા, પેપરમિલ એસો. પ્રમુખ વિપુલ કોરડીયા, બિલ્ડર એસો. સંતોષ સેરશિયા, સ્વ. નિર્ભર શાળા સંચાલક મંડળના નિલેશભાઈ કુંડારીયા સહિત ઉદ્યોગકારો તેમજ વિવિધ જ્ઞાતિના પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં પરસોત્તમ રૂપાલાની ૪ કિમીની ભવ્ય રેલી : ૩૨ જગ્યાએ અભિવાદન.
શનાળા ખાતે શક્તિ માતાજીના દર્શન કરી રેલીનો પ્રારંભ કર્યો : કાર ફરતે પોલીસનો મોટો કાફલો સતત ખડેપગે રહ્યો
મોરબીમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આજે ૪ કિમિ લાંબી રેલી યોજી હતી. જેમાં સઘન સુરક્ષા સાથે ૩૨ સ્થળોએ પરસોત્તમ રૂપાલાનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
મોરબીમાં આજે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ભવ્ય પ્રચાર હાથ ધર્યો છે. જેમાં આજે તેઓએ શનાળા ખાતે શક્તિમાંના દર્શન કરી ઉમિયા સર્કલથી લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ સુધી રેલી યોજી હતી. આ રેલીમાં રૂપાલા આગળ બંધ કારમાં બેઠા હતા. જ્યારે પાછળ ખુલ્લી જીપમાં ત્રણેય ધારાસભ્યો અને જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ગોવિંદભાઇ વરમોરા ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં બાઇક અને કાર ઉપર કાર્યકર્તાઓ જોડાયા હતા. આ રેલીમાં ૩૨ સ્થળો પર વિવિઘ જ્ઞાતિ, સંગઠનો દ્વારા રૂપાલા પર પુષ્પ વળષ્ટિ કરવામાં આવી હતી. ઉપર પરસોત્તમ રૂપાલાનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું.

(1:38 PM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 